
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જીલ્લાના ઉકાઇ ખાતે રોડ સેફ્ટી વિષયક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો:
તાપી, વ્યારા: તાપી જિલ્લાના આઈ.ટી.આઈ ઉકાઈ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વ્યારા દ્વારા રોડ સેફ્ટી વિષયક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ.આર.ટી.ઓ વ્યારા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા આઈ.ટી.આઈ ઉકાઈના વિદ્યાર્થીઓને ટ્રાફિકનાં નિયમોની જાણકારી પ્રેઝનટેશનના માધ્યમથી આપવામાં આવી હતી. સહાયક મોટર વાહન નિરીક્ષક્શ્રી ડી.ડી. જરૂ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતિ અને ટ્રાફિક નિયમન બાબતે ઉદ્દબોધન કરી યુવાનોને ટ્રાફિક નિયમનની અગત્યતા અંગે અને માર્ગ સલામતીને લગતી જુદી જુદી બાબતો વિશે અવગત કર્યા હતા. આ પ્રસંગે આઈ.ટી.આઈ. ઉકાઈ અને આર.ટી.ઓ. અને પોલીસ વિભાગના કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી માર્ગ સલામતિ બાબતે સજાગતા કેળવી સહકાર આપવા અને ટ્રાફિકના નિયમોના પાલન માટે વચન બધ્ધ થયા હતા.