
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આંબાવાડી બેઠક પરથી વિજેતા મહિલા ઉમેદવાર પ્રમુખપદના દાવેદાર બને તેવી શક્યતાઓ વચ્ચે લોક માંગણી ઉઠી છે.
નર્મદા જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતો અને પાલિકા પર જીત બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણીની તૈયારીઓ જીતની હેટ્રીક લગાવનાર પ્રમુખપદ માટે સૌથી આગળ બેઠકોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે નર્મદા જિલ્લામાં રાજ્યમાં સૌથી ઉંચુ 79.02 ટકા મતદાન 22 બેઠક માંથી 19 બેઠક જીતી બહુમત મેળવ્યો છે.
પંચાયત પ્રમુખ માટે આદિજાતિ મહિલા સીટ અનામત છે. 50 ટકા મહિલા અનામત શ્રેય ભાજપ પાસે આદિજાતિ મહિલા સીટ પરથી ચૂંટણી જીતી જિલ્લા
પંચાયત સદનમાં પોંચનાર 8 મહિલાઓ છે. જેમાં મોટાભાગના જિલ્લા પંચાયતમાં પહોંચ્યા છે. ત્યારે સિનિયર અને પ્રમુખ પદ મળે તેવી શકયતાઓ પદની રેસમાં સૌથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતતા પેર્યુંપાબેન લક્ષમણભાઈ વસાવા છે. તેમણે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. એટલે શિક્ષિત પણ છે. ત્રીજીવાર તેઓ જિલ્લા સેવાસદન પહોંચ્યા છે. જેથી તેમની પસંદગી ભાજપ પ્રમુખ પદ માટે થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે.
નર્મદા જિલ્લામાં પાંચ તાલુકાઓ આવેલા છે. જેમની પ ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભાજપે ભગવો લહેરાવી બહુમતી હાંસલ કરી છે. ત્યારે નાંદોદ અને સાગબારા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ આદિજાતિ સામાન્ય સીટ છે. એટલે આદિજાતિ પુરુષ મહિલા બંને બની શકે છે. જ્યારે તિલકવાડા, ગરુડેશ્વર અને સાગબારા ત્રણેય તાલુકાઓમાં આદિજાતિ મહિલા અનામત બેઠકો છે. ભાજપ હવે તાલુકાઓમાં પણ પ્રમુખ ઉપ પ્રમુખની પસંદગી કરશે.