શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ,વાલિયા દ્વારા સહાય કીટ વિતરણ કરવામાં આવી!
સમગ્ર વિશ્વમાં કોરોનાં વાયરસની જે મહામારી ઉભી થવા પામી છે, જેને લઈ અનેક કામધંધા, મજુરી કામો, દરેક કામો ઠપ્પ થઈ ગયા તેવાં સંજોગોમાં સામાન્ય માનવીએ જીવન વિતાવવું ઘણું મુશ્કેલ થઇ પડ્યું છે.
કોરોના મહામારી જેવાં કપરાં સંજોગોમાં ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ,વાલિયા દ્વારા સહાય કીટ વિતરણ અવિરતપણે કરાય રહી છે, ડાંગ જિલ્લાના આદિવાસી અંતરિયાળ વિસ્તાર માંથી મજુરી અને કામ અર્થે લોકો શહેર તરફ પ્રયાણ કરતાં હોય છે, પરંતુ હાલ કોઈજ વિકલ્પ ન બચતાં લોકોને જીવન જીવવા હજુ ઘણી હાડમારી વેઠવી પડે છે, તેવાં સંજોગોમાં અનેક સંસ્થાઓ અને સંઘઠનો લોકોને વાહરે પોહોચ્યાં છે, ત્યારે ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ વાલિયા દ્વારા સમાજ સેવાનો અવિરત પ્રવાહ ડાંગ જિલ્લાના અનેક ગામોમાં વહી રહ્યો છે. ભરૂચ જીલ્લાનાં વાલિયા થી ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી. ડૉ. સંદીપભાઈ રજવાડી, તથા ટ્રસ્ટીઓ અને તેમની ટીમે ડાંગ જિલ્લાના આહવા તાલુકા ના નડગચોદ અને મોરંબી ગામના આદિવાસી ગરીબ પરિવારોને સહાયને અર્થે સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરીને તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત Covid- 19 લોક ડાઉન સમયમાં લોક સેવાના ભાગરૂપ ભોજન અને સહાય કીટોનું વિતરણ પણ ભરૂચ, નર્મદા, અને ડાંગ જિલ્લામાં કરાયું હતું, અને હાલમાં પણ આ સેવાભાવી સંસ્થા લોક સેવામાં કાર્યરત છે.