- શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગમા આજથી “જિંદગી ઇન, ડર આઉટ” સાત માસ બાદ શરુ થયેલી શાળાઓમા પધારેલા વિદ્યાર્થીઓને વેલકમ કરાયા:
ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો.
(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા; ૧૨; રાજ્ય સરકાર દ્વારા “કોરોના” કાળ બાદ શરુ શરુ કરાયેલી શાળાઓમા પ્રથમ દિવસે એટલે કે, તા.૧૧મી જાન્યુઆરીએ રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ વિદ્યાર્થીઓને વેલકમ કરાયા હતા.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા.૧૧/૧/૨૦૨૧ થી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વર્ગો પુનઃ શરૂ કરવાનુ ઠરાવવા આવ્યુ છે. જે મુજબ ડાંગ જિલ્લામા સાત માસ બાદ માધ્યમિક વિભાગમા ધો-૧૦ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમા ધો-૧૨ના વિદ્યાર્થીઓ માટે નિયમિત શાળાઓ શરૂ કરી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય કરવાની તજવીજ હાથ ધરવામા આવી છે. જે મુજબ ડાંગ જિલ્લામા પ્રથમ દિવસે સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-વઘઈ ખાતે “કોવિદ-૧૯” ની માર્ગદર્શિકા અનુરૂપ બાળકોને પુન; શાળામા આવકારવા માટે ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારાએ વિશેષ ઉપસ્થિત રહી વિધાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ વેળા શાળા આચાર્ય સહીત સમગ્ર સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યો હતો. તેજ રીતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવા ખાતે ગામના સરપંચ શ્રી હરીરામભાઈ સાવંત પંચાયતના સભ્યો સાથે હાજર રહ્યા હતા. જેમણે બાળકોને આવકારી “કોવીડ-૧૯”ના અનુસંધાને સરકારના સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરથી સૌને માહિતગાર કાર્ય હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં કુલ ૬૫ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ધો-૧૦મા નોધાયેલ કુલ ૪૨૯૯ બાળકો પૈકી પ્રથમ દિવસે ૧૫૩૦ બાળકો સ્વેછીક રીતે હાજર રહ્યા હતા. જયારે ધો-૧રમા નોધાયેલ કુલ ૨૨૪૩ બાળકો પૈકી ૩૮૭૦.બાળકોએ હાજરી આપી હતી. સાથે ધોરણ ૧૦ અને ૧૨મા નોધાયેલ કુલ ૬૫૪૨ બાળકો પૈકી ૪૬૮૭ બાળકોના વાલીઓએ તેમના બાળકોને શાળામાં મોકલવા માટે સંમતિ આપેલ હતી. તેમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારાએ વધુમા જણાવ્યુ હતું.