
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સમન્વય કાર્યક્રમ યોજાયો:
રાજયકક્ષાનાં માન.મંત્રીશ્રી રમણભાઇ પાટકરજીની અઘ્યક્ષતામાં પોલીસ સમન્વય કાર્યક્રમ યોજાયો;
ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે સુરત જીલ્લા રૂરલ પોલીસ દ્રારા પોલીસ સમન્વય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે રાજય કક્ષાનાં માન.મંત્રીશ્રી રમણભાઇ પાટકરજીની અઘ્યક્ષતામાં યોજાયો હતો, સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં સુમુલ ડેરીનાં ચેરમેનશ્રી માન.માનસીંગભાઇ પટેલ, ઉમરપાડાનાં ડીરેકટર શ્રી.રીતેશભાઇ વસાવા, જીલ્લા પંચાયત કારોબારી અઘ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શારદાબેન એમ.ચૌઘરી, પ્રાત અઘિકારીશ્રી, તાલુકા વિકાસ અઘિકારીશ્રી તથા પોલીસ વિભાગનાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.