શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીક્રુષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા આરોપી પકડવા સારૂ તથા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલ ફરારી કેદીઆરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો રાજપારડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના ડ્રા.પો.કો. રાકેશભાઇ રામજીભાઇનાઓને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે છેલ્લા બે વર્ષથી સુરત ગ્રામ્ય જીલ્લાના ઉમરપાડા પો.સ્ટે. ગુ.ર.નં. III ૧૨૬/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫ ઇ, ૮૧, ૯૮ (૨)મુજબના ગુનાના કામે નાસતા-ફરતા આરોપી રમેશભાઇ ઉર્ફે મલો સોમાભાઇ વસાવા રહે. અવિધા, જાંબુડા ફળિયું, તા.ઝગડીયા જી.ભરૂચનાને આજરોજ તા.૦૮/૦૧/૨૦૨૦ નારોજ અવિધા ખાતે તેના ઘરેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા રાજપારડી પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો.નિલેશભાઇ નારસિંગભાઇ તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. ઇન્દ્રવદનભાઈ કનુભાઇ તથા ડ્રા.પો.કો. રાકેશભાઇ રામજીભાઇ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો. અનિલભાઇ દિતાભાઇ તથા નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.