શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
ભરૂચ: ગત રોજ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ” ગુજરાત પોલીસનો રાજ્યકક્ષા વન મહોત્સવ ” કાર્યક્રમ માનનીય ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબના વરદ હસ્તે પોલીસ હેડક્વાર્ટસ, રાણીપ, અમદાવાદ ખાતે તથા દરેક જિલ્લાના પોલીસ હેડક્વાર્ટસ ખાતે યોજવામાં આવ્યો હતો,
પોલીસ વિભાગ દ્વારા ” ગુજરાત પોલીસનો રાજ્યકક્ષા વન મહોત્સવ ” કાર્યક્રમનાં ઉજવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સાંસદ સભ્ય-ભરૂચ લોકસભાનાં મનસુખભાઈ વસાવા સાહેબની ઉપસ્થિતી સાથે પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી સુરભીબેન તમાકુવાલા, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ તથા ભરૂચ જીલ્લા મહામંત્રી શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી તથા શ્રી મહેન્દ્રભાઈ કંસારાની સાથે રહીને વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.