
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
એકતા પરેડ માં PM આવવાના 2 દિવસ પહેલાજ જિલ્લામાં 24 કેસ સાથે કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૨૬૭ એ પહોંચ્યો.
રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું જીતનગર પોલીસ સ્ટાફ અને કેવડિયા સ્ટાફમાં આજે વધુ કોરોના પોઝિટિવ કેસો સાથે ગુરુવારે જિલ્લામાં નવા ૨૪ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં નાંદોદ જીતનગર પોલીસ સ્ટાફ ૧૧, ગોપાલપુરા ૦૧ ગરુડેશ્વર કેવડિયા ૦૯ અને તિલકવાડામાં એકલવ્ય સ્કૂલ ૦૩ મળી નર્મદા જિલ્લામાં કુલ ૨૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દીની કુલ સંખ્યા- ૦૩ છે,જ્યારે ૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૩૭ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૪૩ દર્દી દાખલ છે. આજ રોજ ૨૪ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે, આજ દિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૧૭૫ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૨૬૭ એ પહોચ્યો છે. આજે વધુ ૩૭૩૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.