
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ:
વઘઈ: ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટી ડાંગ-આહવાની ગવર્નિંગ બોડીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા જિલ્લા કલેક્ટર મહેશ પટેલે તમામ આયુર્વેદ દવાખાનાઓ તથા આયુર્વેદ હોસ્પિટલ માટે અપગ્રેશન ઓફ આયુષ ડિસ્પેનસરીમાં ઈનવેટરને પ્રથમ પ્રાયોરિટી આપવા સુચવ્યુ હતુ. તેમજ સુબીર અને સાપુતારા ખાતે નવા આયુર્વેદ દવાખાનાઓ શરૂ કરવા માટે જમીન બાબતે આર.એફ.ઓ. વન વિભાગ સાથે ચર્ચા કરવા કમીટીના સભ્યોને જણાવ્યુ હતુ.
આ ઉપરાંત આયુર્વિદ્યા પ્રોગ્રામ યોજવા જિલ્લાની શાળા, કોલેજોનો સમાવેશ કરવા કમીટી સભ્યોને જણાવ્યુ હતુ. તેમજ જિલ્લામા ઉપયોગી આયુર્વેદને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી.
આ બેઠકમા જિલ્લા આયુષ અધિકારી વૈદ્ય શ્રી મિલન.એન.દશોંદી, સહિત અન્ય કમીટી સભ્યો હાજર રહ્યા હતા.
પત્રકાર: દિનકર બંગાળ, વઘઈ (ડાંગ)