દક્ષિણ ગુજરાત

કેવડિયા ટેન્ટસિટી 2 ખાતે  ઈન્ક્મટેક્સ એપિલેટેડ ટ્રીબ્યુનલનું દ્વીદીવસીય રાષ્ટ્રીય સંમેલન-2021 ખુલ્લુ મુકાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની 2 દિવસીય કોન્ફરન્સનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલના ચેરમેન પી પી ભટ્ટની અધ્યક્ષતામાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

દેશભરમાંથી 200 જેટલા ટેક્ષ હિતધારકો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં.

કેવડિયા ટેન્ટસિટી 2 ખાતે  ઈન્ક્મટેક્સ એપિલેટેડ  ટ્રીબ્યુનલનું રાષ્ટ્રીય સંમેલન 2021 ખુલ્લો મુકવામાં આવ્યો આ કાર્યક્રમ માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહએ દીપ પ્રજ્વલિત કરી સંમેલન 2021 ને ખુલ્લો મુક્યો હતો.

આ બે  દિવસીય રાષ્ટ્રીય સંમેલન ના ઉદ્ધઘાટન કાર્યક્રમ માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના, ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ પી. પી. ભટ્ટ, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાના તુષાર મહેતા તેમજ ઇન્ડિયન લો સેક્રેટરી એ.કે.મ્હેદીરાત્તાજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં ટેક્ષ પ્રેક્ટિશનર,ચાર્ટર એકાઉન્ટન્ટ,ટેક્ષ કન્સલ્ટન્ટ ધારાશાસ્ત્રીઓ એ શ્રોતાગણ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી દેશ ભરમાંથી 200 જેટલા ટેક્ષ હિતધારકો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.

આયોજિત આ કાર્યક્રમ માં  ઇન્કમટેક્ષ ઇન્કમટેક્ષ  એપિલેટેડ  ટ્રીબ્યુનલ ના હિત  ધારકો ની અપેક્ષા શું છે, તાજેતર માં આંતરરાષ્ટ્રીય ટેક્ષ કાયદાનું વિસ્તરણ  અને વિકાશ તેમજ જનરલ એન્ટી એવિડન્સ નિયમ વગેરે બાબત ની ચર્ચા કરી ઉપસ્થિત જન સમુદાય માં જાગરુકતા લાવવામાં આવી આ કાર્યક્રમ માં  ઈન્ક્મટેક્સ એપિલેટેડ  ટ્રીબ્યુનલ દ્વારા સોવિનીર ઓફ આઇટીએટી અને શ્રુજન પત્રિકા લોકહિત માટે  મંચસ્થ મહાનુભાવો દ્વારા લોકાર્પિત કરવામાં  આવી કાર્યક્રમ માં ઇન્ડિયન લો ના સેક્રેટરી  એ.કે.મ્હેદીરાત્તાજી દ્વારા  સેફટી પ્રોટોકોલ, ઈ-ફાઇલિંગ પોર્ટલ અને ડાયનેમિક અને એલાઈવ પોર્ટલો ની લોક જાગૃતિ માટે  ચર્ચા કરી.સુપ્રીમ કોર્ટ ના જજ એમ.આર.શાહ એ કાર્યક્રમ માં નિષ્પક્ષ  સુલભ અને તત્કાલ ન્યાય પર પોતાના  વિચારો રજુ કર્યા આ કોન્ફ્રન્સ  મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી હતી. દેશ ના લોકોની  ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે તેના પર એક વિષય રાખવામાં આવ્યો છે.બીજો વિષય એ છે કે અત્યારનો મહત્વનો વિષય છે કે ઇન્ટરનૅશન ટેક્સસેશન પર નો છે.ઘણીવખત ડબલ ટેક્સસેશન ના પ્રોબ્લેમ આવતા હોઈ છે તેનો પર શું નિરાકરણ  આવી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવી . જયારે ત્રીજો વિષય એ છે કે જનરલ એન્ટી એવિડન્સ નિયમ  ઉપર પણ ચર્ચા કરવામાં આવી બ્લેકમની  ઈકોનોમી  અસર કરે છે. બ્લેકમની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તેના બાબતે પણ આ કોન્ફ્રન્સમાં ચર્ચા કરવામાં આવી  જેમાં ઈન્ક્મટેક્સ ઓફિસર,ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, એપેલેટ ટ્રીબ્યુનલ ના મેમ્બર અને એડવોકેટ પણ આ કોન્ફ્રન્સ માં ભાગ લેવા માટે આવ્યા છે, ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ પી.પી.ભટ્ટ એ તેમના પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું કે જો આવી કોન્ફ્રન્સ સમયાંતરે થાય તો દેશ ના કોઈ ઇસ્યુ હોઈ તેના પર ચર્ચાઓ થયા કરે અને તેનું નિરાકાણ  પણ વેહલું આવી શકે છે.બ્લેકમની બાબતે તેઓ એ  મહત્વ નું જણાવ્યું  કે કાયદો કાયદાનું કામ કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है