
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપીના ડોસવાડામાં હિંદુસ્તાન ઝીંક કંપનીના વિરોધમાં હિંસક પ્રદર્શન: પોલીસનાં લાઠીચાર્જ સામે લોકોનો પથ્થરમારો:
તાપી: રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો તાપી, અહીંયા ડોસવાડા ખાતે ની GIDC માં વર્ષો પહેલાં વિકાસ નાં નામે જમીન સંપાદન કરવામાં આવી હતી, હાલ વેદાંતા ગ્રુપ ઓફ કંપની દ્વારા સંચાલિત હિંદુસ્તાન ઝીંક કંપની (Hindustan Zinc Company) મામલે આજે ડોસવા ડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા અને જીલ્લા કલેક્ટરશ્રીનાં અધ્યક્ષસ્થાને લોક સુનાવણીનું (Public Hearing) આયોજન કરવામાં આવ્યું હતું. જેની જાહેરાત વર્તમાન પેપરમાં અપાય હતી, અને સુનવણી માટે વાંધા અરજીઓ મંગાવાઈ હતી, કોવિડ ગાઈડ લાઈનને ધ્યાને લેતાં અને પર્યાવરણ અને માનવ જીવન ને નુકશાન કારક પ્રોજેક્ટ નો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, રાજકીય આગેવાનો પણ આ વિરોધમાં સમર્થન આપી ચુક્યા હતાં, છતાં સ્થાનિક તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનેક આવેદન અને રજુઆત ધ્યાનમાં ન લેતાં લોક સુનાવણી ચાલુજ રાખવા નિર્ણય કર્યો હતો, જોવું રહયું સરકાર ની ગાઈડ લાઈન ફકત લોકો માટેજ છે કે પછી અધિકારીઓ માટે પણ? કારણ કે હજારો ની સંખ્યામાં લોકોને ભેગા કરવા પરમિશન કોણે આપી? શુ લોકોના જીવનોને જોખમ માં નાખવાનો ખેલ ઈરાદા પૂર્વક કર્યો? હજારો માનવ મેદની એખટી થઈ કોની બેદરકારી? શુ જવાબદાર સામે માનવ વધનો ગુનો નોંધશે પોલીસ? કારણ કે ભૂતકાળમાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી ફરી ને પોલીસે ફરિયાદી બની ગુનો નોંધ્યા છે,
ડોસવાડા GIDC માં આ કંપની દ્વારા ઝીંક કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આ વિસ્તારમાં માનવ જીવન, પશુ પંખી કે પર્યાવરણને નુકસાન પહોંચે નહીં માટે અમારી માંગ છે કે આ પ્લાન્ટ અહીંયા સ્થાપવામાં ન આવે.
સ્થાનિકો એવી માંગ કરી રહયા હતાં કે અમારા વિસ્તારમાં બંધ પડેલી ફેક્ટરીઓ ચાલુ કરો તો પૂરતું છે, ચાલતાં ઉદ્યમો માં સ્થાનિકો સાથે અન્યાય થાય છે તે ન્યાય આપવો, અમને આ ઝીંક પ્લાન્ટ જઈતો નથી.
લોકોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધવ્યો હતો, લડેંગે ઔર જીતેંગે…..વેદાંતા ગો બેક નાં નારા લગાવ્યાં હતાં, અને બેનર દ્વારા શાંતી પૂર્ણ વિરોધ કર્યો હતો.
અંતે કંપનીનો વિરોધ કરાયો હતો જેના પગલે આજની લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ લોકો લેખિતમાં સુનવણી રદ બાબતે જવાબદાર અધિકારીઓ પાસે ખાત્રી લખી માંગતા તેઓ આપી શક્યા ન હતાં તેથી લોકોએ નેશનલ હાઇવે પર બેસીને વિરોધ કર્યો હતો, અધિકારીઓની ગાડીઓ જવાં ન દેતાં હાઇવે નો ટ્રાફિક ધ્યાને લઈ આખરે પોલીસ ની ધીરજ ખૂટી જતાં અંતે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાતા આખરે હિંસા ભડકી ઉઠી હતી.
પ્રદર્શન દરમ્યાન હજારોની સંખ્યામાં ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જનો સહારો લીધો હતો, ત્યારે પરિસ્થિતિ અતિ વિકટ બની જવાં પામી હતી જોકે લોકોમાં લાઠીચાર્જ થી એટલો બધો આક્રોશ વધી ગયો હતો કે સામે આવતી પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પોલીસની ગાડીના કાંચ તોડી નંખાયા હતા, બેકાબૂ ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના રાઉન્ડ છોડ્યા હતાં, પોલીસે ભેગા થયેલા લોકોને ખેતરો અને ખુલ્લી જમીનમાં દોડાવી ને વિખેરવા પ્રયત્ન કર્યો હતો.
સુનવણી દરમ્યાન વિરોધ થવાની શક્યતાને પગલે પોલીસે અગાઉથી તંત્ર દ્વારા ભારે બંદોબસ્ત સાથે પોલીસ કાફલો ખડકી દીધો હતો. પોલીસ સાથે આદિવાસી સમાજના ઘર્ષણના ભારે દૃશ્યો સામે આવ્યા હતા. ઘર્ષણમાં અનેક પોલીસ જવાન ઘાયલ થયાં હતાં. સ્થળ પર ફરતી પોલીસવાન અને પોલીસ જીપને લોકટોળાએ નિશાન બનાવી પથ્થરમારો ચલાવ્યો હતો. અને એક જીપ ઉંધી વાળી ધીધી હતી. કલાક જેટલાં લાંબા સંઘર્ષ બાદ સ્થિતિ શાંત થવા પામી હતી, અને નેશનલ હાઇવે ટ્રાફિક મુક્ત થવા પામ્યો હતો,
મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત જવાનોને વ્યારા સિવિલ ખાસેડવામાં આવ્યા છે, અને સૂત્રોનાં હવાલે મળતી માહિતી મુજબ 25 જેટલાં લોકોને પોલીસ દ્વારા ડિટેન કરાયા છે