દક્ષિણ ગુજરાત

કરોડ ગામમાં લોકોને સ્થાનિક ભાષા-બોલીમાં ‘સ્વચ્છતાનો સંદેશ’ આપી જાગૃત કરાયા: 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ઉચ્છલના કરોડ ગામમાં લોકોને સ્થાનિક ભાષા-બોલીમાં ‘સ્વચ્છતાનો સંદેશ’ આપી જાગૃત કરાયા: 

લીલી-ભૂરી કચરાપેટીમાં કચરો અલગ અલગ રાખવા અંગે પ્રેક્ટિલક ડેમો કરાવવામાં આવ્યો,

તાપી, ઉચ્છલ: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.જે.નિનામાના નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) આઈ.ઈ.સી. કન્સલ્ટન્ટ રોશન સાવંત અને ઉચ્છલના ક્લસ્ટર કોર્ડિનેટર સંદીપ ગામીતે ઉચ્છલ તાલુકાના કરોડ ગામ ગ્રામજનોને સ્થાનિક ભાષા-બોલીમાં સ્વચ્છતા અંગે જાગૃત કરાયા હતા.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ગ્રામ્ય કક્ષાએ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે. જેમાં તાજેતરમાં ઉચ્છલના કરોડ ગામે આઈ.ઈ.સી. કન્સલ્ટન્ટ રોશન સાવંત અને તાલુકા કક્ષાના કર્ચચારીઓએ ગામના યુવાનો, મહિલાઓને શૌચાલયના ઉપયોગનો આગ્રહની સાથે તેની જાળવણી અંગે અને શૌચાલયને સરકારની મિલકત નહિં પરંતુ પોતાની મિલકત સમજીને તેનો વ્યવસ્થિત ઉપયોગ કરવા સમજ આપી હતી. સરકાર સાથે નાગરિકોની જનભાગીદારીના મહત્વ વિશે સમજાવી લોકોને ભૂરા રંગની કચરા પેટીમાં પ્લાસ્ટિક, પોલીથીન, કાગળ, કાચ જેવા સુકા કચરાને નાખવા અને લીલા રંગની કચરાપેટીમાં શાકભાજી-ફળોના છોતરા, પાંદડાને નાખવા અંગે સમજાવી પ્લાસ્ટિકનો બને તેટલો ઓછો ઉપયોગ કરવા અંગે જાગૃત કર્યા હતા. બાળકોથી વૃધ્ધ સુધી સૌ કોઇ સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવે તે માટે લીલા અને ભૂરા કચરાપેટીમાં કેવા પ્રકારનો કચરો નાખવો તેની પ્રેક્ટિકલ એક્ટિવટી પણ કરાવી હતી. ઉચ્છલ તાલુકાના ક્લસ્ટર કોર્ડિનેટર સંદીપ ગામીતે ગ્રામજનોને સ્થાનિક ભાષા-બોલીમાં સ્વચ્છતાનો સંદેશ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, બજારમાં ખરીદી કરવા જતા કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है