શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ઉંમરપાડા રઘુવીર વસાવા
આજ રોજ સુરત જિલ્લાના ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સ્વ.અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરપાડા ખાતે પ્રાર્થના સભા યોજી રાખવામાં આવ્યો હતો, આ પ્રાર્થના સભામાં આ દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કરી એમની સેવાની પ્રવૃત્તિ ને યાદ કરી એમના જીવન ચરિત્રમા ખૂબ મોટો યોગદાન કોંગ્રેસ પરિવાર ને મળ્યો એમના દુઃખદ અવસાનથી ઉમરપાડા કોંગ્રેસના કાર્યકરોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી, આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ હરીશભાઈ વસાવા, નટુભાઈ વસાવા, નારસિંગભાઈવસાવા , અજીતભાઈ વસાવા, મુળજીભાઈ વસાવા, મગનભાઈવસાવા તેમજ મોટી સંખ્યામાં કાર્યોકરો પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા.