શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ રામુ માહલા બ્યુરો ચીફ ડાંગ
આહવા ખાતે ‘નશાબંધી સપ્તાહ’ સહિત ‘વન્ય જીવ સપ્તાહ’ ની ઉજવણી કરાઈ :
આહવા: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવા ખાતે ‘નશાબંધી સપ્તાહ’ અને ‘વન્ય જીવ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
નશાબંધી અને આબકારી વિભાગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નશાબંધીના પ્રચાર પ્રસાર સહિત ખાસ કરીને નવયુવાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાની હાંકલ કરાઈ હતી. સાથે ‘વન્ય જીવ સપ્તાહ’ની ઉજવણી દરમિયાન વન્ય જીવો પ્રત્યે જાગૃતિ કેળવવાની પણ અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી કચેરીના અધિક્ષક શ્રી વી.સી.ડોડીયા, ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર શ્રી અશોક પટેલ, ડાંગના નશાબંધી નિયોજક શ્રી રાકેશ પવાર, ઝુલોજીસ્ટ શ્રી રાજેશ કાથડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના બાળકોને ગીર ફાઉન્ડેશન સંસ્થા તરફથી નોટબુક, પેન, બેગ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલે કર્યું હતું. આભાર વિધિ શ્રી રાજેશ રાવલે આટોપી હતી.