દક્ષિણ ગુજરાત

આહવાના આંગણે પધારી રહી છે ડાંગ દરબારની શાહી સવારી:

રાજયપાલશ્રીની ઉપસ્થિતમાં ઉદ્દઘાટન સમારોહ તથા ભવ્ય ભાતિગળ મેળાના આયોજન-વ્યવસ્થાને અપાયો આખરી ઓપ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

આહવાના આંગણે પધારી રહી છે ડાંગ દરબારની શાહી સવારી :

રાજવીશ્રીઓની શોભાયાત્રા, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે રાજયપાલશ્રીની ઉપસ્થિતમાં ઉદ્દઘાટન સમારોહ તથા ભવ્ય ભાતિગળ મેળાના આયોજન-વ્યવસ્થાને અપાયો આખરી ઓપ :

જુદી જુદી સમિતિઓને સોંપવામાં આવી જવાબદારીઓ :

ડાંગ દરબારના મેળાને વધુ લોકભોગ્ય બનાવવા સૈના સહિયારા તપાસોની હિમાયત કરતા કલેક્ટરશ્રી :

વસુર્ણા તથા ગાઢવીના રાજવીશ્રીઓએ કર્યા ઉપયોગી સૂચનો :

 આહવા : ડાંગની ભવ્ય ભાતિગળ લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ‘ડાંગ દરબાર’ ના ઐતિહાસિક લોકમેળાની શાહી સવારી, આહવાના આંગણે પધારી રહી હકે ત્યારે, આ પરંપરાગત લોકમેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થાને જિલ્લા પ્રશાસને આખરી ઓપ આપ્યો છે.


આગામી તા. ૨ થી ૬ માર્ચ, ૨૦૨૩ દરમિયાન આહવાના આંગણે યોજાનારા આ મેળાના ઉદ્દધાટન સમારોહ અગાઉ યોજાતી, રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા, અને આહવાના રાજમાર્ગો ઉપર યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત માન રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં યોજાતો ઉદ્દઘાટન કાર્યક્રમ, રાજવીશ્રીઓના સન્માનનો કાર્યક્રમ તથા મેળા દરમિયાન રોજ રાત્રિએ યોજાતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોને આખરી ઓપ આપતા કલેક્ટરશ્રી વિપીન ગર્ગએ, સૌને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરી હતી.
મેળા દરમિયાન જિલ્લાના જુદા જુદા સરકારી વિભાગો, દ્વારા પ્રદર્શિતકરાતા માહિતી પ્રદર્શન સ્ટોલ્સને પણ વધુ લોકભોગ્ય બનાવવાની હિમાયત કરતા કલેક્ટરશ્રીએ સ્થાનિક સખી મંડળોના વેચાણ-પ્રદર્શન સ્ટોલ્સનો પણ વધુમાં વધુ લોકો લાભ લે તેવા પ્રયાસો હાથ ધરવાની સૂચના આપી હતી.
સમગ્ર મેળા દરમિયાન આહવા ખાતે સ્વચ્છ્તા જળવાઈ રહે કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક નિયમન સુચાર રીતે જળવાઈ રહે તે આવશ્યક છે તેમ જણાવતા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને સમયસર કામગીરી પૂર્ણ કરવાની તાકિદ કરી હતી.
દરમિયાન બેઠકમાં ઉપસ્થિત રહેલા વસુર્ણાના રાજવી શ્રી ધનરાજસિંહ સુર્યવંશીએ પણ ઉપયોગી સૂચનો રજુ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોની પસંદગીમાં વિવિધતા જળવાઈ રહે તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. રાજવીશ્રીએ મેળાનો યોગ્ય પ્રચાર-પ્રસાર અને મેળો મ્હાળવા આવતા પ્રજાજનોને પૂર્ણ મનોરંજન મળી રહે તે બાબતે પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ગાઢવીના રાજવીશ્રીએ પણ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
ડાંગ દરબાર-૨૦૨૩ આયોજન વ્યવસ્થાને આખરી ઓપ આપતા કલેક્ટરશ્રીએ જુદી જુદી કમીટિઓની કામગીરીની પણ સમીક્ષા હાથ ધરી હતી.
નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવિતે બેઠકની કાર્યવાહી સંભાળતા સમિતિઓ દ્વારા હાથ ધરાયેલી કમીટિની વિગતો મેળવી હતી. પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલ તથા નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદે ચર્ચામાં ભાગ લેતા ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડયુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है