શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
૨૬મી જાન્યુઆરી-૨૦૨૨ પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ/બોર્ડરવીંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ૪૧ જ્વાનોને રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી ચંદ્રકો દ્વારા સન્માન આપશે.
ડાંગ જિલ્લાને ગૌરવ અપાવતા બે ગ્રામ રક્ષક દળના જવાનોનો પણ સમાવેશ થવા પામ્યો છે સમગ્ર જીલ્લા માટે ગૌરવ ની પળ,
ડાયરેકટર જનરલ, સિવિલ ડીફેન્સ અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ, બોર્ડર વિંગ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે રાજ્યપાલશ્રીના ત્રણ અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ૩૮ જેટલાં મળી કુલ ૪૧ અધિકારી/સભ્યોની લાંબી પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે, જે નીચેના ક્રમ મુજબ છેઃ
રાજ્યપાલશ્રીના ચંદ્રકો માટેના પસંદગી પામેલા અધિકારી/સભ્યોના નામોની જિલ્લાનું નામ સહીત:
૧. ધુપેન્દ્રસિંહ અનુપસિંહ પરમાર, છોટાઉદેપુર, જી.આર.ડી. સભ્ય
૨. જયરામભાઇ ઝીપરભાઇ ચૌધરી, ડાંગ-આહવા જી.આર.ડી. સભ્ય
૩. ફુલજીભાઇ જયરામભાઈ ગાંગોડાં, ડાંગ-આહવા જી.આર.ડી. સભ્ય
ડાંગના ગ્રામ રક્ષક દળના બે જવાનોને એનાયત થશે રાજ્ય પારિતોષિકો :
ડાંગ, આહવા: પ્રજાસત્તાક પર્વે દેશ અને રાજ્ય કક્ષાએ એનાયત કરાતા શૌર્ય અને બહાદુરી માટેના ગરિમામય પરિતોષિકો આપવાની પરંપરા અનુસાર આજે, ગુજરાતના ચુનંદા બહાદુર જવાનોને, રાજ્ય કક્ષાના ગરિમાપુર્ણ કાર્યક્રમમા પારિતોષિકો એનાયત કરાશે. જેમા ડાંગ જિલ્લાને ગૌરવ અપાવતા બે ગ્રામ રક્ષક દાળના જવાનોનો પણ સમાવેશ થવા પામ્યો છે.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, પ્રતિવર્ષ રાજ્ય સરકાર દ્વારા, પ્રજાસત્તાક પર્વ ઉજવણીના ભાગરૂપે શૌર્ય અને બહાદુરી સાથે પ્રશંસનિય પ્રદાન અર્થે મુખ્યમંત્રીશ્રી તથા રાજ્યપાલશ્રીના હસ્તે, રાજ્ય પારિતોષિકો/ચંદ્રકો એનાયત થાય છે.
આ પારિતોષિકો પૈકી આ વર્ષે ડાંગ જિલ્લા પોલીસ બેડાના બે ગ્રામ રક્ષક દાળના બહાદુર જવાનો (૧) શ્રી જયરામભાઇ ઝીપરભાઈ ચૌધરી, તથા (૨) શ્રી કુલજીભાઇ જયરામભાઈ ગાંગોર્ડાની રાજ્ય પારિતોષિકો માટે પસંદગી થઈ છે. જે ડાંગ પોલીસ સહિત સમગ્ર પ્રશાસન, અને જિલ્લા માટે ગૌરવની ઘટના છે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ૨૬ હોમગાર્ડ, ૫ બોર્ડરવિંગ હોમગાર્ડ્સ, ૪ નાગરિક સંરક્ષણ, ૩ ગ્રામ રક્ષક દળ મળી કુલ-૩૮ જવાનોની રાજ્ય પારિતોષિક માટે પસંદગી થવા પામી છે.