
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ગોદરેજ એગ્રોવેટે ICAR-CIFE સાથેના જોડાણમાં ફિશ લાઈસ કંટ્રોલર અર્ગોરીડ લોન્ચ કર્યું:
ગ્રામીણ ટુડે, મુંબઈ: ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ (ગોદરેજ એગ્રોવેટ)એ ફિશ લાઈસ કંટ્રોલર અર્ગોરીડ લોન્ચ કર્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ (ICAR)-સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફિશરીસ એજ્યુકેશન (CIFE) સાથે જોડાણમાં વિકસિત આ પ્રોડક્ટ માછલીઓ પર પરોપજીવીના સંપર્કમાં (આર્ગ્યુલસ સ્પોટ) આવવાથી થતાં ચેપ મટાડવામાં મદદ કરે છે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. પરિણામે મત્સ્ય ઉછેર સાથે જોડાયેલા ખેડૂતો માછલીના સ્વાસ્થ્યની વધુ સારી રીતે કાળજી લેવા સક્ષમ બને છે.
આર્ગ્યુલસ ચેપ એ મત્સ્ય ઉદ્યોગનો સૌથી મોટો અને લાંબા સમયથી ચાલતો પડકાર છે. ભારતના 48 ટકા તળાવો તેનાથી પ્રભાવિત છે. જેના લીધે વાર્ષિક ધોરણે 62.5 મિલિયન ડોલરનું નુકસાન થતુ હોવાનો અંદાજ છે. અર્ગોરીડ આ પડકારને સંબોધિત કરે છે. ઈઝી-ટુ-યુઝ ફોર્મ્યુલેશનના આધારે મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા નાના અને મોટા ખેડૂતો માછલીના ફીડિંગ પ્રક્રિયામાં અર્ગોરીડને એકીકૃત કરી સરળતાથી ઉપયોગ કરી શકે છે.
આ લોન્ચિંગ અંગે ગોદરેજ એગ્રોવેટના મેનેજિંગ ડિરેક્ટર બલરામ સિંહ યાદવે જણાવ્યું હતું કે, “ગોદરેજ એગ્રોવેટ ખાતે, અમે રિસર્ચ-આધારિત ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે ખેતીની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને ટકાઉપણું જાળવી રાખી ખેડૂત પરિવારોની જીવનશૈલીમાં સુધારો કરે છે. દેશની વાદળી ક્રાંતિમાં યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતા સાથે અમે મત્સ્ય ઉદ્યોગના ખેડૂતો માટે ઉદ્યોગના સૌથી મોટા પડકારો પૈકી એકનો સામનો કરવા વિશ્વસનીય, ઉપયોગમાં સરળ અને અસરકારક સાધન પ્રદાન કરતાં સશક્ત બનાવીએ છીએ. ICAR-CIFEની ટેક્નિકલ કુશળતા અને અમારી વિતરણ પહોંચનો લાભ લેતાં અમે માનીએ છીએ કે, આ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ ઈન્ડસ્ટ્રીમાં અર્થપૂર્ણ ટેક્નોલોજી રજૂ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને આપણા દેશના મત્સ્ય ઉદ્યોગની વૈશ્વિક સ્તરે સ્થિતિને વધુ મજબૂત બનાવશે.”
ICAR-CIFEના વૈજ્ઞાનિક ડો. મોહમ્મદ અક્લાકુરે પ્રોડક્ટ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા કે, “અર્ગોરિડનો પરિચય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક મોટી સફળતા છે. જેના ન્યુટ્રાસ્યુટિકલ્સ ફિશ લાઈસના ઉપદ્રવને નિયંત્રિત કરવામાં અસરકારક સારવાર હોઈ શકે છે. તેનું ફોર્મ્યુલેશન માત્ર ફિશ લાઈસના ઉપદ્રવને દૂર કરવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે, ઘા રૂઝાવવામાં પણ પ્રોત્સાહન આપે છે, અને માછલીના એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. ICAR-CIFE ખાતે વ્યાપક રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવેલ, અર્ગોરીડ ઉદ્યોગના મુખ્ય પડકારો પૈકી એક માટે એક સ્કેલેબલ અને અસરકારક ઉકેલ પૂરો પાડે છે.”
ગોદરેજ એગ્રોવેટ લિ.ના એક્વાફીડ બિઝનેસના સીઈઓ ધ્રુબજ્યોતિ બેનરજીએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે મત્સ્ય ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે છે. જે કુલ નિકાસમાં 8 ટકા હિસ્સો ધરાવે છે. 2.36 MN હેક્ટર તળાવ વિસ્તાર સાથે આંતરિક મત્સ્ય ઉછેરમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાઈ છે. પરંતુ હજુ પણ ઉત્પાદકતામાં સુધારો કરવાની નોંધપાત્ર સંભાવના છે. પોષણક્ષમ સુરક્ષા, વિદેશી હૂંડિયામણમાં કમાણી અને રોજગાર સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા ક્ષેત્ર માટે અર્ગોરિડ માછલીના આયુષ્યમાં અને ઉત્પાદક્તામાં વધારો કરે છે.