
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ
તડકેશ્વર ગ્રામ પંચાયતે ગામનો કચરો એકત્ર કરી, કીમ થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર નાંખતા પ્રજામાં ભભૂકેલો રોષ. સ્વચ્છ ભારત અભિયાનનાં ધજાગરા: પંચાયતની સામે દંડાત્મક કાર્યવાહી માટે ઉઠી લોકમાંગ: લોકોનાં સ્વાસ્થનું જોખમ! તંત્રના મુક દર્શક વલણ થી પ્રજામાં આક્રોશ:
સુરત, માંગરોળ: હાલમાં કોરોનાંની મહામારીએ માજા મૂકી છે, બીજી તરફ દેશમાં કોરોનાંના કેસ દશ લાખની ઉપર પોહચી ચુક્યા છે, ત્યારે સુરત જિલ્લામાં પણ કેસ દિવસે દિવસે ખૂબ વધી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર પણ કોરોનાં મહામારાની કેસ ઓછા થાય એ માટે કામે લાગ્યું છે, તેમજ સ્વચ્છતા જળવાઇ રહે અને મહામારીથી બચી શકાય એવા પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે તડકેશ્વર ગ્રામ પંચાયતે ગામનો કચરો જે ઘરે-ઘરે ઉઘરાવી ને યોગ્ય જગ્યાએ ન નાખતા આખરે કીમ થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગનાં મુખ્ય માર્ગ પર ઠાલવી નાખી જાણે રોગને સામે થી આમંત્રણ આપી રહ્યા હોય એમ લાગે છે જ્યારે આ માર્ગ પરથી પસાર થતા લોકોએ નાક પર રૂમાલ મૂકી પસાર થવું પડે છે, ગ્રામ પંચાયતનાં આવા કૃત્ય સામે પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, આ પ્રશ્ને સંબંધિત વિભાગો સહીત આરોગ્ય વિભાગ ગ્રામ પંચાયત સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી આ કચરો હટાવે એવી માંગ પ્રજાજનો એ કરી છે.