
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં ઉપપ્રમુખ દ્વારા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને કડ કડતી ઠંડીમાં સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું,
પ્રાથમિક શાળા નાની સિંગલોટી નાં ૧ થી ૮ નાં તમામ વિદ્યાર્થીઓને કરાયું સ્વેટર નું વિતરણ;
ડેડીયાપાડા ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉપપ્રમુખ જગદીશભાઈ દ્વારા ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના બાળકોને કડકડતી ઠંડીથી રક્ષણ મળે એ હેતુથી નાની સીંગલોટી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના ૧ થી ૮ નાં તમામ અંદાજિત 62 જેટલા વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર વિતરણ કરી રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ડેડીયાપાડા ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં ઉપપ્રમુખ જગદીશભાઈ દ્વારા સ્વેટરનું વિતરણ કરાતા શાળાના વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ તકે તમામ વિદ્યાર્થીઓ, શાળા પરિવાર તથા ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી અને જગદીશભાઈ ભવિષ્યમાં પણ આવાજ સમાજસેવાના કાર્યો કરતા રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.