
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ
આહવા; તા; ૭; મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૬૪માં જન્મદિવસ સહિત રાજ્ય સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીમાં આહવા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેનો પ્રારંભ ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર સાહેબે કરાવ્યો હતો.
વલસાડ રક્તદાન કેન્દ્રના શ્રી ભવેશ રાયચા તથા તેમની ટીમના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પમા ૩૭ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત રક્તદાન કેમ્પની મુલાકાતે કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, અધિક કલેકટર શ્રી કે.જિ.ભગોરા, પ્રાંત અધિકારી શ્રી કાજલ ગામીત સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત સહિત યુવા કાર્યકરો સર્વે સંજય પાટીલ, નકુલ જાદવ અને તેમની ટીમ, સ્વામી વિવેકાનંદ યુવા મંડળના સ્વયંસેવકો વિગેરે એ દિવસ દરમિયાન તેમની ભૂમિકા નિભાવી હતી.