રાષ્ટ્રીય

૭૬માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી સમારોહમાં SOUADTGA ચેરમેનશ્રીએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ધ્વજારોહણ સમારોહમાં SOUADTGA ચેરમેનશ્રી જે.પી.ગુપ્તાએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો;

રાષ્ટ્રના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે સૌ પ્રથમવાર અતિવિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવશ્રી અને સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટી સંચાલકશ્રી તથા SOUADTGA ચેરમેનશ્રી જે.પી.ગુપ્તાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ શ્રી ગુપ્તાએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના‌ પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ તકે SOUADTGA મુખ્ય કારોબારી અધિકારીશ્રી રવિશંકર અને CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી નિર્ભય સિંગ પણ સાથે જોડાયા હતા.


SOUADTGA ચેરમેનશ્રી જે.પી.ગુપ્તાએ “ મા ” ભારતીના ઇતિહાસના ગૌરવપૂર્ણ દિવસની આજની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત પ્રવાસીઓ સહિત સૌ દેશવાસીઓને ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાની, અપ્રતિમ શોર્ય અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર તમામને હું વંદન કરૂ છું. સાથોસાથ ભારતના મહાન સપૂત અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમા સમક્ષ ધ્વજારોહણ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થવા બદલ ભારતના આ વીર સપૂતોના ચરણોમાં શત શત વંદન કરૂ છુ. દેશની આઝાદી અપાવવામાં નામી-અનામી રાષ્ટ્રપુરૂષો સહિત “ માં ભોમ ” કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ” ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “ મા ” ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી મળવાની સાથોસાથ પ્રત્યેક નાગરિકને વાણી સ્વતંત્રતા, રોજગારીની સ્વતંત્રતા અને દેશના વિકાસમાં સ્વનિર્ણયની સ્વતંત્રતાની અમૂલ્ય ભેટ મળી છે.

આગામી સમયમાં પણ સમાજના દરેક વ્યક્તિએ સમરસતા અને સમભાવ સાથે સૌના સાથ – સૌના વિકાસ સાથે આગળ વધવા કટિબદ્ધ બનવાની શ્રી ગુપ્તાએ અપીલ કરી હતી. દેશના નાગરિકોએ સમાજના વિકાસ સાથે પર્યાવરણની જાળવણી માટે વિશેષ ભાર મુકતા તેઓશ્રીએ એકતાનગરનાં સમગ્ર વિસ્તારમાં રહેલા પ્રાકૃતિક સૌંદર્યની સાથે વન-પર્યાવરણ,પાણી અને આદિવાસી સંસ્કૃતિની જાળવણી સાથે વિકાસયાત્રા આગળ ધપાવવાની હિમાયત કરી હતી.
ધ્વજવંદન બાદ શ્રી જે.પી.ગુપ્તા સહિતના મહાનુભાવોએ વિશ્વ વન ખાતે વૃક્ષારોપણ કર્યુ હતુ.

આજના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે SOUADTGA મુખ્ય કારોબારી અધિકારીશ્રી રવિશંકર, સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કના નિયામકશ્રી ડૉ. રામરતન નાલા, SRPના સેનાપતિ શ્રી એન્ડ્રુઝ મેકવાન, અધિક કલેકટર શ્રી હિમાંશુ પરીખ, નાયબ વન સંરક્ષક શ્રી પ્રતિક પંડયા, નર્મદા ડેમના મુખ્ય ઇજનેર શ્રી રાજેન્દ્ર કાનુન્ગો, અધિક્ષક ઇજનેર શ્રી જે.કે.ગરાસીયા,શ્રી એમ.એલ.પટેલ, નાયબ કલેકટર સર્વશ્રી ડૉ.મયુર પરમાર, શ્રી કુલદિપસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ અને CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી નિર્ભય સિંગ સહિત પ્રવાસીઓ અને અધિકારીશ્રી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है