મધ્ય ગુજરાતરાષ્ટ્રીય

હાલોલ-પાવાગઢ રોડ પર ત્રિપલ અક્સ્માત: કારે બાઇકને અડફેટે લઈ ડમ્પરની પાછળ ભટકાઇ એક ઈજાગ્રસ્ત:  

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રતિનિધિ પંચમહાલ,

હાલોલ-પાવાગઢ રોડ પર 3 વાહનો વચ્ચે થયો અક્સ્માત કારે બાઇકને અડફેટે લઈ ડમ્પરની પાછળ ભટકાઇ એક ઈજાગ્રસ્ત…  અકસ્માત સર્જનાર કારમાં સવાર અન્ય ત્રણ ઈસમો ગભરાઈને કાર તેમજ ઇજા પામેલા પોતાના સાથીને ઘટના સ્થળે છોડી ભાગી છૂટ્યા હતાં.

હાલોલ નગરના પાવાગઢ રોડ આવેલ હોટલ “ગીતાભવન” ખાતે ગત રાત્રિના સુમારે ઘોઘંબા તાલુકાના તરીયાવેરી ચેલાવાડા મુકામે રહેતા પ્રતાપભાઈ મેતરિયાભાઈ રાઠવા પોતાની બાઈક ગીતાભવન હોટલ ખાતે રોડની સાઈડે પાર્ક કરી હોટલમાં ચા-નાસ્તો કરવા ગયા હતા, દરમિયાન એક કારના ચાલકે પોતાની કારને બેફામ અને પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવતા કાર ચાલકનો કાબુ સ્ટેયરિંગ પરથી ખોરવાતા કાર બેકાબૂ થઈ હતી અને બાઈકને જોરદાર ટક્કર મારી કાર રોડ પર ઉભેલા એક હાઈવા ટ્રક ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં કારમાં સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજાઓ પહોંચવા પામી હતી, જ્યારે બેકાબૂ બની અકસ્માત સર્જનાર કારમાં સવાર અન્ય ત્રણ ઈસમો ગભરાઈને કાર તેમજ ઇજા પામેલા પોતાના સાથીને ઘટના સ્થળે છોડી ભાગી છૂટ્યા હતા. ધડાકાભેર અકસ્માત થયેલ અકસ્માતનો અવાજ સાંભળી આસપાસથી લોકટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है