રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ફરીથી બંધ થશે જાણો કેમ? :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

જંગલ સફારી પાર્કને હાલમાં ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યું છે. તે પણ 21 તારીખ થી બંધ કરી દેવામાં આવે એવી શક્યતા જણાઇ છે.

રાજપીપળા : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું. એ દિવસે પ્રવાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, અંદાજિત  હજાર કરતા પણ વધારે પ્રવાસીઓ આવ્યા હતા.વ્યુઇંગ ગેલેરીની ટિકિટનું એડવાન્સ બુકિંગ થઇ ગયું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઇરસને કારણે જે પ્રવાસી ઓનલાઇન ટિકિટ બુક કરશે એને જ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ મળશે, ઓફ લાઈન ટીકીટ બુકીંગ સદંતર બંધ રખાયું છે. હવે ફરીથી આગામી 27 મી ઓક્ટોબરથી 2 જી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરી દેવાનો તંત્રએ નિર્ણય લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને 27 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવશે 2 નવેમ્બરે સોમવાર હોવાથી 3 નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી શરૂ કરવામાં આવશે. વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જંગલ સફારી પાર્કને હાલમાં ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યું છે. તેને પણ 21 તારીખ થી બંધ કરી દેવામાં આવે એવી શક્યતા છે. કારણ કે હાલમાં કોરોના કહેર ચાલી રહ્યો છે અને આ આકર્ષણો ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યા છે જેમાં આગામી તા. 21 થી તા.2 નવેમ્બર સુધી જંગલ સફારી,ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બંધ રાખવામાં આવે એવી પણ શક્યતાઓ જણાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના કારણે 6 મહિના બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા હાલમાં પ્રવાસીઓનો ધસારો થઈ રહ્યો છે. ગત સિઝનની વાત કરીએ તો ગત સિઝનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 40 લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ આવ્યા હતા, પરંતુ આ વખતે છ મહિના જેટલા સમય સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહ્યું છે. તો એક અંદાજ મુજબ 15 લાખથી વધુ પ્રવાસીઓ ની સંખ્યામાં ઘટાડો થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है