શિક્ષણ-કેરિયર

યુવક યુવતિઓ માટે 6 મે એ જિલ્લાકક્ષાના રોજગાર/એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જીલ્લાના યુવક યુવતિઓ માટે 6 મે એ જિલ્લાકક્ષાના રોજગાર/એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે: 

વ્યારા: તાપી જિલ્લાના શ્રમ, કૌંશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યુવક-યુવતીઓ માટે તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે જિલ્લાકક્ષાના રોજગાર/એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે. ઉમેદવારો અને ખાનગી નોકરીદાતાઓ અનુબંધમ વેબ પોર્ટલ https://anubandham.gujarat.gov.in વેબપોર્ટલ મારફતે નોંધણી કરી શકશે.

         જિલ્લા રોજગાર વિનિમય કચેરી-વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક થી વ્યારા ખાતે જિલ્લાકક્ષાના રોજગાર/ એપ્રેન્ટીસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ૧૫ જેટલી કંપનીઓમાં ૨૫૦ થી વધુ ખાલી રહેલ જગ્યા ભરવા માટે ઉપસ્થિત રહેનાર છે. 

           રોજગારવાંચ્છુ ઉમેદવારોને પોતાની લાયકાત અને કૌશલ્ય મુજબ રોજગાર પસંદગીની બહોળી તક મળી રહે તથા ખાનગીક્ષેત્રના એકમોને કૌશલ્યયુક્ત માનવબળ મળી રહે તેવા ઉદ્દેશયથી ખાનગીક્ષેત્રના એકમોને તેઓના એકમ ખાતે ખાલી પડેલ જગ્યાઓની વિગત જિલ્લા રોજગાર કચેરી-વ્યારાના ઈ-મેલ આઈ.ડી. mcctapi@gmail.com પર મોકલવા અથવા અનુબંધમ વેબ પોર્ટલ https://anubandham.gujarat.gov.in પર નોંધણી અપલોડ કરવા આમંત્રીત કરવામાં આવે છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, વ્યારાના રોજગાર સેતુ કોલસેન્ટર નંબર. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવાયુ છે.  

                                        

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है