
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
ચાસવડ ચોકડી પર થી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ;
પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ,અંકલેશ્વર નાઓએ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવુતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજરોજ નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે “ઉમરગામ વાલીયા તરથી એક સફેદ કલરની ફોર વ્હિલ ગાડી નંબર-GJ-06-FK-6025 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ચાસવડ તરફ આવે છે.” જે બાતમી આધારે ટીમો બનાવી અલગ અલગ ખાનગી વાહન મારફતે નિકળી ચાસવડ ચોકડી ઉપર વોચમાં ગોઠવાયેલા અને થોડીવાર પછી દોલતપુર, ઝરણા ગામ તરફથી ચાસવડ ચોકડી તરફ ઉપરોકત બાતમી મુજબની ફોરવ્હિલ ગાડી આવતા ઉભી રખાવી ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી સદર ફોર વ્હીલ ગાડી ચાલક વિરુધ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરેલ મુદામાલ:-
ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલ નંગ-૪૭૭ કુલ કીરૂ ૬૩,૪૫૦/- તથા નિશાન કંપનીની SUNNY XL DCI મોડલની ફોરવ્હિલ ગાડી નં- GJ-06-FK-6025 જેની કીરૂ ૨,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ ની કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ્લે રૂપીયા-૩,૧૬,૪૫૦/- નો પ્રોહિ મુદ્દામાલ
પકડાયેલ આરોપી:-
અશોકભાઇ S/O ગુરૂજીભાઇ નરોત્તમભાઇ વસાવા ઉ.વ.૨૯ રહે.ઉમરગામ, છતી ફળીયુ, તા.વાલીયા, જી.ભરૂચ
વોન્ટેડ આરોપીઓ:-
રાહુલભાઇ સુરેશભાઇ વસાવા રહે, વિઠ્ઠલ ગામ તા. વાલીયા જી ભરૂચ.