રાષ્ટ્રીય

ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીનો રિપોર્ટ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ધોરણ-૧૨ (HSC) ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના બીજા દિવસે બપોરે સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષયમાં ૯૧ વિદ્યાર્થીઓ હાજર : ૦૭ ની ગેરહાજરી

ધોરણ-૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં કુલ-૨૨૧ વિદ્યાર્થીઓ હાજર : ૧૧ ની ગેરહાજરી

    રાજપીપલા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલથી શરૂ થયેલી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની જાહેર પરીક્ષાઓ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા.૧૬ મી જુલાઇ, ૨૦૨૧ ના રોજ બીજા દિવસે બપોરે ધોરણ-૧૨ (HSC) માં સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા માટે નોંધાયેલા કુલ-૯૮ વિદ્યાર્થીઓ પૈકી ૯૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૦૭ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહ્યાં હતાં.

તેવી જ રીતે બપોરે ધોરણ-૧૨ (HSC) માં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન વિષયમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ-૨૩૨ વિદ્યાર્થીઓ પૈકી ૨૨૧ ની હાજરી અને ૧૧ વિદ્યાર્થીઓ તેમાં ગેરહાજર રહયા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है