
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ તાપી, કિર્તનકુમાર
16 વર્ષની સગીરાને પિતાએ માર મારતાં અભયમ 181 મહિલા હેલ્પલાઇન વ્યારા એ સુરક્ષા પૂરી પાડી.
વ્યારા: તાપી જિલ્લાના વ્યારા પાસેના ગામમાંથી એક દીકરી એ 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી ને જણાવેલ કે મારા પિતા મને દારૂ પીને માર મારે છે. અને ત્રાસ આપે છે. જેમાં મદદ કરવા અપીલ કરતાં અભ્યમ રેશક્યું વાન વ્યારા તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિવાર સાથે વાતચીત કરતાં લાગ્યું કે બાળકીને હવે પછી પણ શારીરિક તથા માનસિક ત્રાસ આપી શકે છે. જેથી તેને સુરક્ષિત સ્થાનમાં રાખવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ દીકરીના પિતા કંઈ ધંધો કરતા નથી. અને દિકરીને મજૂરી કામ કરાવી રૂપિયા માંગે છે, ન આપતા માર મારે છે, ઘર માંથી કાઢી મૂકે છે,જમવાનું જમવા દેતાં નથી. અને ઘર માંથી અનાજ વેચી દે છે. દિકરીને માતાને દોઢ વર્ષ પહેલાં કેરોસિન છાંટી સળગી ગઈ હોવાથી એમનું અવસાન થયું હતું. દીકરીનું ભણવાનું ઘરખર્ચ દાદા દાદી કરે છે. અને દીકરીના દાદા દાદી ને પણ ખૂબ માર મારે છે. અને ઘરમાં રહેવા દેતાં નથી. દીકરીના પિતા મારઝુડ કરે છે. ત્યારે દીકરીઓ મિત્ર ને ત્યાં રહેવા જાય છે. પરંતુ પિતા ગાળા ગાળી કરતાં હોવાથી મિત્ર પણ હવે દીકરીઓને રાખતાં નથી. દીકરીઓને પિતા ધમકી આપે છે. જો તમે પોલીસ ને જાણ કરશો તો હું જાનથી મારી નાખીશ. કાલે જ્યારે દીકરીઓ મજૂરી કામ કરવા માટે ગામમાં ગયાં ત્યારે દીકરીઓ ઘરે મોબાઈલ મૂકી ગયાં હોવાથી અજાણ્યા યુવક નો કોલ આવતા શક વહેમ કરી માર મારેલ છે. અને રાતે ઘરમાંથી બહાર કાઢી મુકેલ હતી. અને સાંજે જમવાનું બનાવ્યું ત્યારે એમના પિતાએ વધેલું ખાવાનું ફેંકતાં દીકરીઓને ભાઈ ના પાડતા દીકરીઓને ભાઈને માર મારેલ છે. આ પરીવાર મા 2 બહેનો અને 1 ભાઈ છે,આમ આવી પરિસ્થિતિમાં અભયમ ટીમે દીકરીઓને સુરક્ષા માટે અધિકારી સાથે પરામર્શ કરી સુરક્ષિત સ્થાનમાં આશ્રય આપવામાં આવેલ છે.