દક્ષિણ ગુજરાત

ભેંસોને ક્રૂરતાપુર્વક વહન કરતા વાહન સહીત ૧ ઈસમને ઝડપી પાડી પશુઓને મુકત કરાવતી નેત્રંગ પોલીસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

૧૫ જેટલી ભેંસોને ક્રૂરતાપુર્વક વહન કરતા વાહન સહીત ૧ ઈસમને ઝડપી પાડી પશુઓને મુકત કરાવતી નેત્રંગ પોલીસ:

પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ,અંકલેશ્વર નાઓએ પો.સ્ટેવિસ્તારમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરીના ગુના અટકાવવા તથા શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજરોજ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નેત્રેગ ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અંક્લેશ્વર રોડ તરફથી શંકાસ્પદ તાડપત્રી બાંધેલી હાલતમાં આઈશર ટેમ્પો નં.GJ 16 AU 6846 નેત્રંગ ચાર રસ્તા પાસે આવતા સાઈડમાં ઉપરોક્ત આઈશર ટેમ્પાને ઉભો રખાવી પંચો રૂબરૂ તપાસ કરતા આઈસર ટેમ્પામાં નાની મોટી કુલ-૧૫ ભેંસો ખીચોખીચ ટૂંકા દોરડા વડે બાંધી પીડા થાય તેવી રીતે ભરી ખાવા માટે કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ન કરી ગુનો કરેલ હોય જેથી નાની મોટી કુલ ભેંસો નંગ -૧૫ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ગણી તેમજ આયશર ટેમ્પોની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- લેખે ગણી કુલ કિ.રૂ.૪,૫૦,000/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને હસ્તગત કરી આરોપીઓ વિરુધ્ધ પશુઘાતકીપણાનો કાયદો-૧૯૬૦ ની કલમ-૧૧ ડી, ઈ, એફ, એય તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪, ૯ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ-૨૦૧૫ (૧૧મો સુધારો) ના રૂલ્સ નં. ૧૨૫ (ઇ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી:

(૧) સિકંદરભાઇ કમાલભાઇ સૈયદ ઉ.વ.૪૦ રહે. કણભા નવીનગરી તા.કરજણ જી.વડોદરા

વોન્ટેડ આરોપી:

(૧) ઉસ્માનભાઇ ઉર્ફે ભીખો યાકુબ પટેલ રહે.વલણ તા.કરજણ જી.વડોદરા

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:

સદર કામગીરી નેત્રંગ પો.સ્ટે.ના પી.એસ.આઈ. એન.જી પાંચાણી તથા અ.હે.કો. રમેશભાઇ ધનજીભાઇ બ.નં. ૧૧ ૧૨ ના ઓ તથા અ.હે.કો. વિજયસિંહ કાનાભાઇ બ.નં. ૧૦૮ર તથા અ.પો.કો.. પ્રકાશભાઇ ભુપતભાઇ બ.નં.૦૧ ૨૩ ૨ તથા ડ્રા.પો.કો. સુખદેવભાઇ બેચરભાઇ બ.નં. ૧૮૭ તથા અ.પો.કો. જયેન્દ્રભાઇ પ્રદિપભાઇ બ નં.૯૩ ૧ નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है