દક્ષિણ ગુજરાત

પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી સોનગઢ પોલીસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહી બિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવ્યો.

અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી તાપી ( વ્યારા ) નાઓએ તાપી જીલ્લામાં ગુનાના કામે વોન્ટેડ આરોપીઓને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી વ્યારા વિભાગ, વ્યારા નાઓના માર્ગદર્શન હેઠળ સોનગઢ પો.સ્ટે. ઈ/ચા પો.ઈન્સ. એચ.સી.ગોહીલ સાહેબ નાઓએ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વોન્ટેડ આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન અ.હે.કો. વિપુલકુમાર હરગોવનભાઇ, બ.નં.૭૦૮ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, સોનગઢ પો.સ્ટે. III ગુ.ર.નં.૨૦૪/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ- ૬૫ઈ,૮૧,૯૮(૨),૧૧૬(૨) મુજબના કામે વોન્ટેડ આરોપી સઈદ ઉર્ફે સૈયદ રહીમ દેસમુખ રહે.પ્લોટ નંબર- ૯૬-૧, ગલી નં- ૦૨. ખાનપુરા, લિંબાયત, સુરત શહેર નાનો સોનગઢ થઈ મહારાષ્ટ્ર જનાર છે. અને તે હાલ સોનગઢ ઓટા બ્રીજ નીચે નેવી બ્લ્યુ કલરની ટ્રેક પેન્ટ તથા ગ્રે કલરની અડધી બાયની ટી-શર્ટ પહેરી મહારાષ્ટ્ર જવા માટે વાહનની રાહમાં ઉભેલ છે. જે હકિકત મળતા સદર બાતમી હકિકતથી પો.ઈન્સ. સોનગઢ પો.સ્ટે.નાઓને માહીતગાર કરતા પો.ઈન્સ. સોનગઢ પો.સ્ટે.નાઓની સુચનાથી અ.હે.કો.વિપુલકુમાર હરગોવનભાઇ બ.નં.૭૦૮ તથા અ.પો.કો. અર્જુનભાઇ નારાયણભાઈ બ.નં.૦૨૦૪ નાઓએ વોન્ટેડ આરોપી સઈદ ઉર્ફે સૈયદ રહીમ દેસમુખ રહે.પ્લોટ નંબર-૯૬-૧, ગલી નં-૦૨, ખાનપુરા, લિંબાયત, સુરત શહેર નાનો છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો હોય જેને પકડવામાં સફળતા મળેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है