
શ્રોત; ગ્રામીણ ટુડે વેબ મીડિયા ટીમ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન-૪ અંગેની ગાઇડલાઇનની જાહેરાત કરી હતી. સતત બે દિવસ ચર્ચા કર્યા બાદ ગાઇડલાઇન રજૂ કરવામાં આવી હતી. ૩૧મી મે રવિવાર સુધી ગાઇડલાન્સનો રાજ્યમાં અમલ કરી શકાશે. કેન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારો એમ બે ભાગ પાડીને રાજ્ય સરકારે કોરના સંક્રમણને કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજિંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઈનને આધિન છુટછાટો આપવામાં વ્યુહ અપનાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સવારેના ૮ આઠવાગ્યાથી ૪ ચાર વાગ્યા સુધી વેપાર-ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન, પાનના ગલ્લા શરૂ કરી શકાશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય દુકાનો ઓડ અને ઇવનના આધારે ખોલવાની મંજુરી પણ આપવામાં આવી છે. એક દુકાન પર પાંચથી વધારે ગ્રાહકો ઉભા ન રહી શકે તેની ખાતરી પણ કરવામાં આવશે. કન્ટેન્ટમેન્ટના લોકો બહાર અવરજવર કરી શકશે નહીં.સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરૂ કરી દેવામાં આવશે પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહીં તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ૪ દિવસથી લોકડાઉનની સ્થિતીમાં નિયમોના અનુપાલન કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ, નર્સ સ્ટાફ, સફાઇ કર્મીઓની સેવા ભાવનાને પણ તેમણે બિરદાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, લોકડાઉન ૧,ર અને ૩ ના નિયમોના પાલન બાદ હવે લોકડાઉન-૪ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ગ્રીન, રેડ, યલો, ઓરેન્જ ઝોનના આધારે લોકડાઉન અનુપાલન કરવા સૂચવેલું છે. ગુજરાતમાં રાજ્ય સરકારે આવા ઝોનમાં કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોનના આધાર ઉપર નિયમોમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન-૪ માટેની ગાઇડ લાઇન આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જાહેરમાં માસ્ક ફરજીયાત બનાવાયા છે ત્યારે લોકોને માસ્ક સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ રાજ્ય સરકારે ગોઠવી છે. જે વ્યકિતઓને એન-૯૫ કે ત્રિપલ લેયર માસ્ક પોતાના ઉપયોગ માટે ખરીદવા હોય તેમને રાજ્યમાં અમૂલના દૂધ પાર્લર ઉપરથી તે મળી શકશે. વધુમાં ૬૫ વર્ષથી વધું ઉમરની વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો સાવધાન સરકારે ઘરમાંજ રહેવાં માટેની કરી અપીલ! દંડની કરવામાં આવી છે જોગવાય;
પ્રથમ તબક્કે અમદાવાદ મહાનગરમાં તેનું વેચાણ શરૂ કરાયા બાદ ક્રમશઃ સમગ્ર રાજ્યમાં અમૂલ પાર્લર પરથી આવા માસ્કનું વેચાણ થશે. તેમણે કહ્યું કે, આવા માસ્કની કિંમત પણ એન-૯૫ માટે ૬પ પ્રતિ માસ્ક અને ત્રિપલ લેયર માસ્ક માટે પ્રતિ માસ્ક પરૂપિયા કીમત રાખવામાં આવી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના હરેક નાગરિકની આરોગ્ય સલામતિની ચિંતા કરીને તેમજ લોકોની રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેના જંગમાં જીત મેળવવાની પ્રતિબદ્ધતાથી સંપૂર્ણ સરકાર દિવસ-રાત કાર્યરત છે. તેમણે રાજ્યના સૌ નાગરિકોને પણ અનુરોધ કર્યો કે, કોરોના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સીંગ, વારંવાર સાબૂથી હાથ ધોવા, કામ સિવાય ઘર બહાર ન નીકળવું જેવી આદતો કેળવીને જ આ લાંબી લડાઇ પર વિજય મેળવી શકાશે. મુખ્યમંત્રીએ લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારવા સાથે ખાસ કરીને વૃદ્ધો, વયસ્કો, ગંભીર બિમારી ધરાવતા લોકો, નાના બાળકોની ખાસ તકેદારી સંભાળ લેવાની પણ સૌ પ્રજાજનોને સરકારની અપીલ.