દક્ષિણ ગુજરાત

ડાંગ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી: 

આગામી સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી:

આગામી સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 27 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલા સાત દિવસના હવામાન પૂર્વાનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.

ખાસ કરીને ડાંગ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા સહિતના જિલ્લાઓમાં અલગ અલગ દિવસોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ તા. 27 થી 30 જૂન દરમિયાન ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યાર બાદ તા. 1 થી 4 જુલાઈ દરમિયાન વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે, અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

પૂર્વાનુમાન મુજબ તા. 1 જુલાઈએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે તા. 2 અને 3 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ તથા આસપાસના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગે નાગરિકોને વરસાદ અને ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વીજળી પડતી વખતે ખુલ્લા મેદાનો તથા વૃક્ષ નીચે આશરો ન લેવા તેમજ હવામાન અંગેની સત્તાવાર સૂચનાઓ પર સતત નજર રાખવાની અપીલ કરી છે. ખેડૂતોને પણ પાક અને પશુધનની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है