
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ અંગેનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચુંટણીઓ એપ્રિલ-૨૦૨૬ તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે તેમજ તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી થનાર છે.
ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ નિષ્પક્ષ તથા પારદર્શક રીતે યોજાય અને તેનું સરળ સંચાલન થાય તે માટે હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણના નોડલ ઓફીસર તરીકે નાયબ ખેતી નિયામકશ્રી, ખેડૂત તાલીમ કેન્દ્ર, ડાંગની નિમણૂંક કરવામાં આવેલ છે. તે માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ અંગેનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.
આ કંટ્રોલ રૂમ જિલ્લા ડીઝાસ્ટર શાખા, કલેક્ટર કચેરી આહવા – ડાંગ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. આ કંન્ટ્રોલ રૂમ તારીખ.૦૪/૦૪/૨૦૨૬ તથા તા.૨૬/૦૪/૨૦૨૬ દરમિયાન ૨૪X૭ કલાક કાર્યરત રહેશે જેનો સંપર્ક નંબર ૦૨૬૩૧-૨૨૦૩૪૭ છે. જેની તમામે નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



