
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડાંગ રામુ ભાઈ માહલા
આહવા: રાજ્ય સરકાર દ્વારા માહે સપ્ટેમ્બર માસને “પોષણ માસ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાની તમામે તમામ આંગણવાડી કેંન્દ્રોમા “પોષણ માસ” ની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ “પોષણ માસ” ઉજવણી દરમિયાન પાંચ જરૂરી ઘટકો પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. જે મુજબ (૧) નવજાત બાળકોના પ્રથમ ૧૦૦૦ દિવસ, (૨) એનિમિયા, (૩) ઝાડા નિયંત્રણ, (૪) હેંન્ડ વોશ એંન્ડ સેનિટેશન તથા (૫) પૌષ્ટિક આહાર. આ પાંચ થીમ આધારિત પોષણને લગતાં સંદેશાઓ લોકો સુધી પહોંચે તે હેતુ થી અલગ અલગ પ્રવૃતિઓ, હરિફાઇઓ, અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકજાગૃતિ કેળવવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લાની આંગણવાડી કેંન્દ્રોમાં “પોષણ તોરણ” જેમા પોષણના સંદેશ ને તોરણ પર ચિત્રકામ કે સજાવટ કરવાની સ્પર્ધા, તેમજ પોષણ માસ” ની ઉજવણી દરમિયાન લોકોને “પોષણયુક્ત ખોરાક” વિશે જાગૃત કરવા એક નવતર પ્રયોગના ભાગરૂપે “વાનગી હરિફાઇ”નું આયોજન કરવામાં આવી રહ્યું છે.