દક્ષિણ ગુજરાત

જરગામ ગામ નજીકથી મોટર સાયકલ પર લઈ જવાતો ઇંગ્લિશ દારૂ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

જરગામ ગામ નજીકથી મોટર સાયકલ પર લઈ જવાતો ઇંગ્લિશ દારૂ સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો;

તારીખ 21 જુલાઈ બુધવારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ દારૂની બદી ને નેસ્ત નાબૂદ કરવા સર્કલ પોલીસ સ્ટાફના અમલદાર હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ , ધર્મેન્દ્રભાઈ તથા પોલીસ સ્ટાફના માણસો ચિકદા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા, તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે માચ ચોકડી તરફથી નંબર પ્લેટ વગરની CT 100 ગાડી પર વિદેશી દારૂ લઈને મોસીટ તરફ આવતી હોવાનું માલુમ પડતા પોલીસે વોચ રાખી મોસીટ ગામ નજીક જરગામ ના ઢોળાવ પર મોટર સાઇકલ ચાલકને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવતનો વિદેશી દારૂ બિયર ટીન નંગ 24 કિંમત રૂપિયા 24,000/- તેમજ મોટર સાઇકલ કિંમત રૂપિયા 10,000/- ,મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 3,000/- અને રોકડા રૂપિયા 17,060/- મળી કુલ કિંમત રૂપિયા 32,060/- નો મુદ્દામાલ ઝડપી પાડી ખુમાનસિંગ હાનજાભાઈ વસાવે રહેવાસી અક્કલકુવા મહારાષ્ટ્ર તેમજ ગેમલસિંગ પુનિયા વસાવા રહેવાસી મોસીટ નાઓએ દારૂનો જથ્થો મંગાવેલ હોવાનું માલુમ પડતા ગેમલસિંગ પુનિયા ને વોન્ટેડ જાહેર કરી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है