દક્ષિણ ગુજરાત

આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીના કામોમાં ગેરરીતિ અંગેનો આવેદનપત્ર પણ ફેલ:

મનીષભાઈ મારકણાએ ન્યાય માટે ગુજરાત તકેદારી આયોગના દરવાજા ખટખટાવ્યા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીના કામોમાં ગેરરીતિ અંગેનો આવેદનપત્ર પણ ફેલ:

મનીષભાઈ મારકણાએ ન્યાય માટે ગુજરાત તકેદારી આયોગના દરવાજા ખટખટાવ્યા:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : આહવા તાલુકા પંચાયતના 15માં નાણાંપંચ અંતર્ગત તાલુકા પંચાયત આહવાનું વર્ષ 2020-2021 પંચાયત વાઈઝ આયોજનમાં મોટર ખરીદીના કામોમાં ગેરરીતિ/ભ્રષ્ટાચાર ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી મનીષભાઈ મારકણાએ આક્ષેપ અંગેનો ડીડીઓને આવેદનપત્ર લેખિતમાં આપ્યું હતું. પરંતુ યોગ્ય તપાસ ન થતા મનીષભાઈ મારકણાએ ગુજરાત તકેદારી આયોગ પાસે યોગ્ય તપાસ અંગેની કાર્યવાહીની માંગ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, તા.14/11/2024ના રોજ મનીષભાઈ મારકણાએ તાલુકા પંચાયત આહવાને તાલુકા વિકાસ અધિકારીશ્રી પાસે 15માં નાણાંપંચ અંતર્ગત તાલુકા પંચાયત આહવાનું વર્ષ 2020-2021 પંચાયતના ખરીદીના કામોની RTI દ્રારા માહિતી માંગેલ હતી. અને તાલુકા વિકાસ અધિકારીશ્રીએ માહિતી પુરી પાડેલ હતી. જે માહિતી જોતા આશ્ચર્ય પમાડે તેવી માહિતી, આહવા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાંપંચ અંતર્ગત 2020-2021 ગ્રામ પંચાયત વાઈઝ આયોજન (ખરીદીના કામોમાં) આહવા તાલુકાની અમુક ગ્રામ પંચાયતમાં પાણીની મોટર ખરીદીની GEM પ્રોટોલ પર ટેન્ડર બહાર પડેલ હતું. જેમાં 13 પાણીની મોટર ખરીદીનું કામ થયું છે. જેમાં RTI દ્વારા માહિતી માંગેલ હતી જેમાં સ્પેશિફિકેશન મુજબ એક (1) મોટરની (ફાલકન) કંપનીની ખરીદી 95,500 (પંચાણું હજાર પાંચશો ) રૂપિયા છે. અને જ્યારે મનીષભાઈએ ઘણી દુકાનમાં અને ઓનલાઇન આ સ્પેશિફિકેશન મુજબ (ફાલકન) કંપનીની પાણીની મોટર બાબતે તપાસ કરેલ તો આ પાણીની મોટરની કિંમત 14,000 થી 22,000 હજાર સુધીમાં સારામાં સારી મળે છે. પછી તાલુકા પંચાયત આહવા દ્વારા આ પાણીની મોટરની ખરીદીમાં ગેરરીતિ કરી, મોટું ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટ સાબિત થતું હતું.

જ્યારે મનીષભાઈએ તા.29/01/2025 ના રોજ જિલ્લા વિકાસ અધિકારશ્રી આવેદનપત્ર આપી રજૂઆત કરેલ કે આ મોટર ખરીદીમાં એક (1)મોટર ખરીદી ભાવ બજારમાં 18,000 હોઈ તો 18,000×13 મોટરના =2,34,000 હિસાબે બે લાખ ચોત્રીસ હજાર થાય તો, આહવા તાલુકાના પંચાયતના ટેન્ડર પ્રમાણે 95,500×13મોટરના =12,41,500 બાર લાખ એક્તાલીસ હજાર પાંચશો થાય છે. જેથી 10,07,500 દસ લાખ સાત હજાર પાંચશોનો ભ્રષ્ટાચાર ખુલો પડે છે. તે બાબતે નિષ્પક્ષ તપાસ કરવા માટે આવેદનપત્ર આપેલ પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ લેખિતમાં ના મળતા મનીષભાઈ કંટાળીને ગુજરાત સરકારની PG-પ્રોટેલ એપ્લિકેશન પર ઓનલાઇન તા.28/02/2025 ના રોજ આપેલ આવેદનપત્ર પર શુ તપાસ કરેલ તેનો અહેવાલ બાબતે અરજી કરેલ જેના સંદર્ભમાં તા.05/03/2025 ના રોજ PG-પ્રોટેલ એપ્લિકેશન પર ઓનલાઇન મારફતે જવાબ આપેલ કે તપાસ ચાલુ છે. જેથી મનીષભાઈ મારકણાને એવુ લાગે કે આટલો સમય આવેદનપત્ર આપેલ છતાં પણ ભ્રસ્ટાચાર બાબતે નિષ્પક્ષ તપાસ કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ મળેલ નથી, તો એના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી-ડાંગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી-ડાંગ દ્વારા આ મોટર ખરીદીના ભ્રસ્ટાચાર કરનાર તાલુકા વિકાસ અધિકારશ્રી અને બીજા કયા અધિકારીશ્રીને બચાવી લેવાના પ્રયત્ન કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગતું છે.

જેથી મનીષભાઈ મારકણાએ આખરે કંટાળીને ગુજરાત તકેદારી આયોગમાં આ મોટર ખરીદીમાં ભ્રષ્ટાચારીઓ પર યોગ્ય તપાસ સાથે કાર્યવાહી થાય તેવી વિનંતી કરી છે. અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી-ડાંગને પણ આદેશ કરો કે જેથી તેઓ સાચી તપાસ કરીને મોટર ખરીદી કરનાર ભ્રષ્ટાચારીઓને યોગ્ય સજા કરી શકે છે. અને આ મોટરના સ્પેશિફિકેશનમાં SUBMERSIBLE PUMP લખેલુ છે. પરંતુ ફોટામાં આડી મોટર છે. એ પણ તપાસ કરવા જેવું છે. તેમજ લેખલી મોટર અલગ છે. અને ફોટામાં અલગ મોટર હોઈ તેવું લાગે છે, એ પણ તપાસ કરવામાં આવે તેવી માંગ મનીષભાઈ મારકણાએ ગુજરાત તકેદારી આયોગ પાસે કરી છે. હવે જોવું રહ્યું કે આ ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ પર નિષ્પક્ષ તપાસ કરશે કે નહીં તેતો હવે આવનાર સમય બતાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है