દક્ષિણ ગુજરાત

આહવા ખાતે ભારતીય બંધારણના શિલાલેખ સ્થળ પાસે યુવાનો દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

આહવા ખાતે ચર્ચ સામે આવેલ ભારતીય બંધારણના શિલાલેખ સ્થળ પાસે યુવાનો દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ:

તા.૨૬મી નવેમ્બર,૨૦૨૧ ના રોજ આહવા ખાતે ચર્ચ સામે આવેલ ભારતીય બંધારણના શિલાલેખ સ્થળ પાસે આહવા ગામના જાગૃત યુવાનોએ ભેગા થઈ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી: 

આ કાર્યક્રમમાં મુખ્યત્વે શિલાલેખને ફુલહાર ચઢાવી અને શહીદોનાં માન માં ૨ મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતું, અને આ દિવસ નિમિતે ભારતીય સંવિધાનના આમુખનું વાંચન એડવોકેટ રોશનભાઈ સરોલીયા ધ્વારા કરવામાં આવ્યું હતું, અને તેનો હાર્દ વિશે સમજણ પૂરી પાડવામાં આવી. ઉપરાંત ડાંગ જિલ્લાના સામાજિક કાર્યકર લાલુભાઈ વસાવા ધ્વારા સંવિધાનમાં આદિવાસીઓ માટે બીજું એક સંવિધાન તરીકે પમી અને ૬ઠી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવેલ છે અને તેના વિશે તમામ લોકોએ જાગૃત થવાની જરૂર છે જે બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું. ઉપરાંત ડાંગ જિલ્લાના સામાજિક કાર્યકર અને પત્રકારત્વ ક્ષેત્રે આગળ પડતા લક્ષ્મણભાઈ બાગલ પણ ઉપસ્થિત રહી હાલના તબકકે સંવિધાનના રક્ષણ માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ અને તેના માટે સંવિધાન સમજી તેને લોકમાં જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરી છે તેની સમજ પૂરી પાડવામાં આવી હતી તેમજ ડાંગ ‘જન સેવા ગ્રુપ’ માંથી જાગૃત યુવા સતિષભાઈ એ. બચ્છાવ નાઓએ પણ યુવાનોને સમજ આપતા જણાવેલ કે ભારતનું આમુખ અને બંધારણ એ વિશ્વનું સૌથી સારૂ અને લેખિત સ્વરૂપનું બંધારણ છે અને તેના વિશે જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. આમ કાર્યક્રમનું સમગ્ર સંચાલન એડવોકેટ સુનિલભાઈ ગામીત ધ્વારા કરતા ૨૬મી ડિસેમ્બર બંધારણ દિવસ ઉજવવા પાછળનું મુખ્ય મહત્વ વિશે સમજ પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે ભારતના સંવિધાનને ઉજાગર કરવા અને સંવિધાનનું રક્ષણ કરવા તેમજ તમામ નાગરીકોને સંવિધાન બાબતે જાગૃત કરવા માટે વચન લઈ ઉપસ્થિત યુવાનો ધ્વારા ”ભારતીય બંધારણીય લોક જાગૃતિ અભિયાન–ડાંગની રચના કરવામાં આવી અને સમગ્ર ડાંગમાં સંવિધાન બાબતે જાગૃતિ ફેલાવવા વચન લીધું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है