રાષ્ટ્રીય

દક્ષિણાપથ વિવિધ લક્ષી વિદ્યાલય ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાના દક્ષિણાપથ વિવિધ લક્ષી વિદ્યાલય ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની સાદગી પૂર્વક ઉજવણી કરાઇ:

ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન: કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

૨૦૨૨ના પદ્મશ્રી વિજેતા રમીલાબેન ગામીતનું મંત્રીશ્રીના હસ્તે રાજ્ય સરકાર વતી વિશેષ સન્માન કરાયું;

કરૂણા અભિયાન હેઠળ વિશિષ્ટ કામગીરી કરનારા ડો.પી.કે.ફુલેતરા- વ્યારા, ડો.વી.કે.પરમાર-સોનગઢ અને  અબ્રારભાઇ મુલ્તાની,   ગાર્ડિયન ન્યુઝ પેપરના પત્રકાર અલ્પેશભાઇ દવે સહીત સોનગઢ શહેર મિત્ર મંડળ સંસ્થાને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા:

વ્યારા-તાપી ૨૬: તાપી જિલ્લામાં ૭૩માં પ્રજાસત્તાક દિન-૨૬મી જાન્યુઆરી-૨૦૨૨ની ઉજવણી વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધ લક્ષી વિદ્યાલય ખાતે રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકાના પાલન સાથે અને સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાપી જિલ્લા અને ગુજરાતનું ગૌરવ ૨૦૨૨ના પદ્મ એવોર્ડસ પદ્મશ્રી વિજેતા અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામના મહિલા શક્તિ એવા શ્રીમતી રમીલાબેન રાયસિંગભાઇ ગામીતને તેમના સામાજિક કાર્યો માટે ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી નોમિનેટ થતા મંત્રીશ્રીના હસ્તે રાજ્ય સરકાર વતી ખાસ સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને ૭૩માં પ્રજાસત્તક દિનની શુભકામના પાઠવત જણાવ્યુ હતું કે, દેશમાં ગુજરાત કૃષિ, ઉર્જા, મહિલા સશક્તિકરણ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. જેનું ઉત્તમ ઉદાહરણ છેવાડાના તાપી જિલ્લાના નાનકડા ગામ ટાપરવાડાના વતની શ્રીમતી રમીલાબેન ગામીત કે જેઓ ભારતના પદ્મશ્રી ઘોષિત થતા આજે તેમણે આખા દેશમાં છેવાડાના તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તેમના સામાજિક યોગદાન માટે ગૌરવ અપાવવા બદલ મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. 

 વધુમાં તેમણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે એમ કહી દરેક ક્ષેત્રે ગુજરાત પ્રગતિ કરે તે માટે જનભાગીદારી માટે આહવાન કર્યુ હતું. તેમણે મનરેગા યોજના, પીએમ સન્ન્માન નિધિ યોજના, સોલર રૂફ ટોફ યોજના વગેરે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. અંતે તેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ગુજરાતમા ઓક્સીજનની અછત ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ દરેક વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે એમ જણાવી તેમણે કોરોના મહામારી દરમિયાન પોતાના પરિવારની જેમ સૌની નિસ્વાર્થ સેવા કરનારા સફાઇ કામદારો, ડોકટર, નર્સ, આશા વર્કર, આગાણવડી વર્કર સૌની કામગીરીને બિરદાવી હતી. 

 પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાપી જિલ્લાના વિકાસના કામો માટે મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાને રૂ.૨૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉપરંત કરૂણા અભિયાન હેઠળ વિશિષ્ટ કામગીરી કરનારા ડો.પી.કે.ફુલેતરા- વ્યારા, ડો.વી.કે.પરમાર-સોનગઢ અને અંવિષ્કા હ્યુમન રાઇટસ ફાઉન્ડેશનના અબ્રારભાઇ મુલ્તાની, ધી તાપી ગાર્ડિયના અલ્પેશભાઇ દવે અને સોનગઢ શહેર મિત્ર મંડળ સંસ્થાને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  

 આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા સહિત આરોગ્ય અને પંચાયત વિભાગના કુલ-૧૧ અધિકારી કર્મચારીઓએ કાર્યક્ર્મના સ્થળે કોરોના વેક્શિનનો બુસ્ટર ડોઝ લઇ જિલ્લાના નાગરિકો જે બુસ્ટર ડોઝ માટે પાત્રતા ધરાવે છે તેઓને વહેલી તકે પોતાનો બુસ્ટર ડોઝ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે મહાનુભવો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

 સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારના માર્ગદર્શન હેઠળ સુ.શ્રી બી.બી.ચોવટીયા પોલીસની આગેવાનીમાં પોલીસ પરેડ, વોલી ફાયરીંગ યોજાઇ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. 

 આ પ્રસંગે જિ.પ.પ્રમુખ સુરજ વસાવા, ન.પા.પ્રમુખ સેજલ રાણા, ડો.જયરામ ગામીત, ડી.સી.એફ. આનંદકુમાર, નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, વ્યારા પ્રાંત હિતેશ જોશી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, ચીટનીશ બી.બી.ભાવસાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ સંજય રાય, આર.એલ.મવાણી, એ.કે.પટેલ, વ્યારા મામલતદાર દિપક સોનાવાલા સહિત અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો, વ્યારા નગરજનો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है