રાષ્ટ્રીય

તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્ર્મોનો શુભારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્ર્મોનો શુભારંભ:

વાલોડ તાલુકામાં કલમકુઈ ખાતે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા, વ્યારા તાલુકાના રૂપવાડા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાન સહિત તાપી જિલ્લામાં ૭ તાલુકા તથા ૨ નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુંનાં આઠમા તબક્કાનો પ્રારંભ:

રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ છેવાડાના માનવીને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેવા પ્રયાસો રહ્યા છે: કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “સરકાર પ્રજાના દ્વારે” એ અભીગમ સાથે સેવાસેતુ કાર્યક્ર્મોનું સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે: જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા


વ્યારા-તાપી: સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા હેતું થી સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુંના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ જેમાં વાલોડના કલમકુઈ ખાતે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા, વ્યારા તાલુકાના રૂપવાડા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને આઠમાં તબક્કાના સેવાસેતુનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વાલોડ તાલુકામાં કલમકુઈ ખાતે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, મહત્તમ લોકો સરકારશ્રીની કુલ ૫૬ જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે લઇ શકે તે આશયથી સેવાસેતુના કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં અગાવ પણ સેવાસેતુને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યા છે. રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ છેવાડાના માનવીને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેવો પ્રયાસો રહ્યા છે. આયુષમાન કાર્ડ, આવકના દાખલા,૭-૧૨,૮-અ,ગંગાસ્વરૂપ યોજના, આરોગ્યની PM JAY જેવી વિવિધ 56 જેટલી સેવાઓ લોકોને સ્થળ પર જ મળી રહે અને “સરકાર પ્રજાના દ્વારે” એવી લોકોને પ્રતિતિ થાય એવો સરકારશ્રીનો અને તાપી જિલ્લા વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય છે. તેમણે વધુમાં વધુ ગ્રામજનોને આ કાર્યક્રમમાં સહભાગી થઇ લાભ લેવા અનુરોધ કર્યો હતો.


વ્યારા તાલુકાના રૂપવાડા ખાતે અધ્યક્ષસ્થાનેથી ડી.ડી.ઓશ્રી કાપડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે, વહીવટમાં કાર્યક્ષમતા,પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાની બાબતને રાજ્ય સરકારના હાર્દ સમાન ગણેલ છે. જેથી પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ દરેક માસના બીજા શનિવારે તાલુકાના એક ગામમાં ‘સેવાસેતુ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાસેતુમાં 56 જેટલી સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે હેતુથી ઝુંબેશરૂપે સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુના કાર્યક્ર્મનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “સરકાર પ્રજાના દ્વારે” એ અભીગમ સાથે આ કાર્યક્રમનું સુદ્રઢ આયોજન વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે.
તેમણે ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપવામાં આવેલ આદર્શ ગામની વિભાવના અંગે જાણકારી આપતા ઉપસ્થિત સૌને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોતાના ગામમાં 75 વૃક્ષો વાવવા, 75 પ્રભાત ફેરીઓનું આયોજન કરવા, 75 ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા, શાળાનો સ્થાપના દિન ઉજવવા, એલઇડી લાઇટનો ઉપયોગ કરવા, તથા ખાસ કરીને મહિલા સરપંચશ્રીઓને સરપંચ તરીકેનો પદભાર સ્વયં ઉપાડી જાતે નિર્ણયો લેવા અનુરોધ કર્યો હતો. અંતે તેમણે દરેક ગામમાં શિક્ષણ, ઇગ્રામ, આંગણવાડી વગેરેમાં યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા સંબંધિત અધિકારીશ્રીઓને ખાસ સુચનો કર્યા હતા.


આ ઉપરાંત જિલ્લામાં ડોલવણ તાલુકાના ઉમરકચ્છ ગામે, સોનગઢના ચોરવાડ, ઉચ્છલના સયાજીગામ, નિઝરના સરવાળા અને કુકરમુંડાના બહુરૂપા ગામ ખાતે તમામ જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં તથા વ્યારા નગરપાલિકા વોર્ડ નં.૧ થી ૭ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ-વ્યારા ખાતે અને સોનગઢ નગરપાલિકા વોર્ડ નં.૧ થી ૭ નો સેવાસેતુ રંગ ઉપવન-જયબાગ ફોર્ટ સોનગઢ ખાતે સેવાસેતુના કાર્યક્રમોનો પ્રારંભ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં યોજાયેલ તમામ સેવાસેતુના કાર્યક્રમોમાં આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટીક વાનગી નિદર્શન કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌ લાભાર્થીઓને વિવિધ યોજનાના સહાય પત્રો અને પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુંભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિવિધ યોજનાના સંબંધિત અધિકારીશ્રીઓ, ગ્રામજનો, સરપંચશ્રીઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है