રાષ્ટ્રીય

તાપીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  તાપી કીર્તનકુમાર

તાપીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ: 
ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા
 વ્યારા : તાપી જિલ્લામાં આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ તાપી જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થઈ રહયું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દરેક નોડલ ઓફિસરશ્રીઓ પોતાની કામગીરી શરૂ કરતા પહેલા ભારત સરકારના ચૂંટણીપંચની ગાઈડ લાઈનને અનુસરે જેથી કોઈપણ પ્રકારની વિસંગતતા રહી ન જાય. તેમજ ચૂંટણી પૂર્વે નોડલ અધિકારીઓ સાથે કામગીરી કરનાર ટીમોએ મીટીંગ કરી ચૂંટણી તાલીમો યોજવાની રહેશે. કલેકટરશ્રીએ તમામ વિભાગના નોડલ ઓફિસરો ઝીણવટથી પરામર્શ કરી તમામ નોડલ ઓફિસરોનું એક ગૃપ બનાવી સતત અપડેટ રહી સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચન કર્યું હતું. વધુમાં ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા પરત્વે કરવાની થતી આગોતરી કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું.


જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે અવસર લોકશાહીનો છે. તમામ નોડલ ઓફિસરોએ પોતાના અનુભવના નિચોડ સાથે ખૂબ જ ઉત્સાહથી પડકારજનક કામગીરી કરવાની છે.  વધુમાં ચૂંટણીલક્ષી સામગ્રીઓ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરી ફાઈનલ કરવા નોડલ અધિકારીઓને શીખ આપી હતી.
પોસ્ટલ બેલેટ, વાહનોની જરૂરિયાત, આચાર સંહિતા, મેન પાવર, ટ્રેનીંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ નિયંત્રણ, મીડિયા મેનેજમેન્ટ, સ્વીપ, SMS મોનીટરીંગ, કાયદો વ્યવસ્થા સ્ટાફ વેલફેર, માઈગ્રેશન વોટર્સ, દિવ્યાંગ મતદારો, ચૂંટણી નિરિક્ષક, સોશ્યલ મીડિયા વિગેરે તમામ નોડલ ઓફિસરોએ કામગીરીની સમીક્ષા કરી હતી.
સમગ્ર નોડલ અધિકારીઓની બેઠકનું સંચાલન કરતા નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીએ જણાવ્યું હતું કે, નોડલ ઓફિસરોએ PPT તૈયાર કરવી જેથી ઓબ્ઝર્વરશ્રીઓને સરળતાથી વાકેફ કરી શકાય. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અંકિતા પરમાર, નાયબ પોલીસ અધીક્ષક પી.એચ.ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એચ.રાઠવા, એસ.એ.ડોડિયા, પ્રાંત અધિકારી આર.સી.પટેલ, ઈ.ચા.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સાગર મોવાલિયા, સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર સહિત તમામ નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है