રાષ્ટ્રીય

જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેનના અધ્યક્ષસ્થાને વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન આર.બી. બારડના અધ્યક્ષસ્થાને વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ: 

જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેનશ્રી આર. બી. બારડના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસકામો તેમજ રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનની સમીક્ષા અને માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. 

              જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભાખંડમાં આયોજિત બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં શરૂ થયેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત જિલ્લા તંત્રની થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દેશપ્રેમ અને રાષ્ટ્રીય હિતોના કાર્યક્રમો, અભિયાનોમાં સુરત શહેર-જિલ્લાના નાગરિકોની ઉત્સાહભેર સહભાગિતાની તેમણે સરાહના કરી હતી. 

             જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી જિલ્લામાં “મારી માટી,મારો દેશ” અભિયાનની કામગીરી વર્ણવી હતી. તેમણે જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવરના નિર્માણના લક્ષ્યાંકની સામે ૯૦ સરોવર પૂર્ણ થયા હોવાની વિગતો આપી હતી.

          બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ડી.ડી.કાપડિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વાય.બી.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત) શ્રીમતી પ્રીતિબેન ઠક્કર, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી શ્રીમતી જિજ્ઞાસાબેન ઓઝા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષભાઈ ગામીત, જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેકટર(તાલીમ)ના નાયબ નિયામકશ્રી એન.જી.ગામીત, SMC અને સંબંધિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર:  ફતેહ બેલીમ, સુરત 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है