રાષ્ટ્રીય

ગુજરાત કોંગ્રેસ દ્વારા અનેક તાલુકાઓમાં ભાવ વધારા સામે આવેદનપત્ર:

કોરોના કહેર વચ્ચે મોંઘવારીનો માર? કોંગ્રેસે મહામુહીમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલશ્રીને રાજ્યનાં અનેક જગ્યાઓથી મોક્લ્યું મામલતદાર મારફતે આવેદન!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી,સુરત,નર્મદા,ભરૂચ,ડાંગ,તાપીનાં પ્રતિનિધિઓ.

  • સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિઅને માંગરોળ સમિતિ દ્વારા મા.મહોદયશ્રી રાષ્ટ્રપતિને સંબોધીને પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવ વધારોની સામે માંગરોળમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામા આવ્યું.
    આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ત્રણ માસ પૂર્વે લોકડાઉનના સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં અને એક્સાઇઝ ડ્યુટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જયારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફા ખોરી કરી રહી છે ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. માજી કેન્દ્રીયમંત્રી ડો. તુષાર ચૌધરી અને વિધાનસભાના ઉપદંડક અને માંડવી સોનગઢનાં ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, માજીમંત્રી રમણભાઈ ચૌધરી,પ્રદેશનાં મંત્રી નાનસિગભાઈ સાથે અનેકો કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં,
  •  કાર્યકરો  દ્વારા ઉમરપાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા યોજી પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારા સામે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવ વધારાના વિરોધમાં ધરણાં કરી અને સૂત્રોરચાર કરવામાં આવ્યા આજે પેટ્રોલ-ડીઝલ અંદાજીત રૂપિયા લિટરે ૭૮ રુપિયા પડે છે, આમ દેશના લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે પેટ્રોલ-ડીઝલ ની સાથે સાથે મિલકતવેરો સ્કૂલ ફી લાઇટબિલ માફ કરવા માટે પણ તેઓ ધરણા યોજ્યા હતા, આજે  વધારા થવાથી આમ જનતા અને ખેડૂતો ખૂબ પરેશાન થઈ રહ્યા છે, દરેક ચીજ વસ્તુઓના પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી લોકો ને મોઘું મળી રહ્યું છે. જે આમ જનતાને પોસાય એમ નથી એના માટે સરકાર ને જગાડવા માટે ઉમરપાડાના કોંગ્રેસના કાર્યકરો આજે ઉમરપાડા ખાતે કાર્યાલય પર હાજર રહી સૂત્રોચ્ચાર કરી અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,
  • ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આજ રોજ કોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક રીતે મુશ્કેલીમાં છે એવા સમયે કેન્દ્ર સરકાર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ, રાંધણ ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કરેલ અસહ્ય ભાવ વધારા સામે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ. શેરખાન પઠાણની આગેવાનીમાં યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ સવારે નેત્રંગ ચોકડી થી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામા આવ્યો અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
  • ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક રીતે મુશ્કેલીમાં છે એવા સમયે કેન્દ્ર સરકાર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ, રાંધણ ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કરેલ અસહ્ય ભાવ વધારા સામે આહવા ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામા આવેલ. અને વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વ્રારા સરપંચશ્રીભોયની આગેવાનીમાં ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.
  • વાંસદા તાલુકામાં કૉંગ્રેસના કાર્યકરો દ્વારા હનુમાનજી મંદિર મેઈન બજાર થી બળદગાડા સાથે રેલી ની તૈયારીઓ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યુ. પરંતુ વાંસદા પોલીસ તંત્ર દ્વારા બળદગાડા  કચેરીએ લઇ જવાની  મંજૂરીન મળતાં  રેલી બળદગાડા  વગર પણ કચેરી સુધી અનેક  કાર્યકરો જોડાયા હતાં. અને  સરકાર વિરુધ્ધમાં સુત્રોચ્ચાર બોલાવી વાંસદા કચેરીએ જઈ મલતદારને આવેદનપત્ર રજુ કરવામાં આવ્યુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है