રાષ્ટ્રીય

ગુજરાતનો‘ મિસ્ટર નટવરલાલ’ પીએમઓના એડિશનલ ડાયરેક્‍ટર તરીકે ઓળખ આપીને પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી ગયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

અહીં સુરક્ષાના નામે કોન્સ્ટેબલ ન મળે, આ ઠગ ને ઝેડ પ્લસ સિક્યોરિટી કઈ રીતે મળી ગઈ??  પ્રધાનમંત્રી ઓફીસ ના એડિશનલ ડાયરેક્‍ટર તરીકે ઓળખ આપીને પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી ગયો, Z પ્‍લસ સિકયોરિટી, બુલેટપ્રૂફ એસયુવી ની સુવિધાઓ પણ લેતો, તે હંમેશા ફાઈવ સ્‍ટાર હોટલમાં રહેતો હતો.  

કિરણ પટેલ સાથે ગુજરાતના બે ભાજપના નેતા પુત્રો પણ ગયા હતા તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે  કિરણ પટેલ સાથે આવેલા બે યુવકો કોણ?

જમ્મુ કાશ્મીર પોલીસે રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી અપાયો…..

બાયડના એક ખેડૂત દ્વારા મોટા ખુલાસા કરવામાં આવ્યા  છે. તેમના જણાવ્યા અનુસાર, કિરણ લાલ લાઈટવાળી ગાડીમાં ફરતો હતો. 2015 પહેલાથી મહાઠગના કારનામા યથાવત છે. પહેલા સીએમઓમાં જોડાયેલા હોવાની ઓળખ આપતો હતો.

અમદાવાદથી શ્રીનગર ખાતે જતા પહેલા શ્રીનગરની ડેપ્યુટી કમિશનર ઓફિસમાં ફોન કરીને પોતાની ઓળખ પીએમઓ તરીકે આપીને તે શ્રીનગર ઓફિશીયલ વિઝીટ પર આવી રહ્યો છે. જે બાદ તેને એરપોર્ટથી ખાસ સરકારી વાહનમાં હોટલમાં લઇ જવાયો હતો. જે બાદ તેને ઝેડ પ્લસ સિક્યોરીટી આપવામાં આવી હતી.

પાર્ટીના કાર્યકર અને સામાન્ય લોકો  ઉપલા પદાદીકારીઓ અને અધિકારીઓ કે  મોભાદાર લોકો સાથે ફોટોગ્રાફી કરાવતાં હોય છે,  કોને ખબર હતી કે સેલ્ફી નો ઉપયોગ ક્યાં? અને કેવી રીતે થવાનો છે….!! પરંતુ ગુજરાતનો‘ મિસ્ટર નટવરલાલ’ એટલે કિરણ પટેલ રાજા મહારાજા, જજ  અને સરકારને પણ બનાવી ગયો PMO ના હસ્તક્ષેપ વગર મિસ્ટર નટવરલાલ ની વાત કાંઈક ગળે ઉતરે એવી લગતી નથી…? 

હાલ સમાચારોમાં બહુ ચર્ચિત બનેલા ગુજરાતના  મહાઠગને કોઈ ન ઓળખી શક્યું : વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે વર્ષ-2018માં પુસ્તક આપી ઠગ કિરણ પટેલનું સન્માન કર્યું હતું:

બીજી તરફ આ મામલે જમ્મુ-કાશ્મીરમાં હોબાળો ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા બાદ હવે ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા કવિંદર ગુપ્તાએ આ મામલે સ્થાનિક પ્રશાસન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, વહીવટીતંત્ર દ્વારા આ એક મોટી ભૂલ છે. બની શકે કે તે  દુશ્મન દેશ માટે કામ કરી રહ્યો હોય?

તેમણે કિરણ પટેલને સુવિધાઓ અને સુરક્ષા આપનારા અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે. ગુપ્તાએ પણ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની ફારુક અબ્દુલ્લાની માંગને સમર્થન આપ્યું છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે. જમ્મુ-કાશ્મીર એક સંવેદનશીલ વિસ્તાર છે. આવી ભૂલ કેવી રીતે થઈ શકે? એલજી પ્રશાસન માટે આ ખૂબ જ શરમજનક બાબત છે. તેઓએ કિરણ પટેલને સુવિધાઓ આપતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જોઈતી હતી.

PMO ના  એડિશનલ ડાયરેક્‍ટર (સ્ટ્રેટેજી અને કેમ્પેઈન) તરીકે ફરજ બજાવતો હોવા   નું નામ વટાવી વૈભવી ઠાઠ ભોગવતા અમદાવાદના મહાઠગ કિરણ પટેલે અનેકને પોતાની જાળમાં ફસાવ્યાનું સામે આવી રહ્યું છે, ત્યારે વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ પણ આ મહાઠગને ઓળખી શક્યા નહોતા. અને 2018માં મહાઠગને પુસ્તક આપીને તેનું સન્માન કર્યું હતું.

ગુજરાતનો‘ મિસ્ટર નટવરલાલ’ એટલે કિરણ પટેલ…..   બાયડથી કાશ્મીર સુધી, વાકછટાના અઠંગ ખેલાડીએ રચ્યો એવો ખેલ કે ભલભલા ખાઈ ગયા ગોથું, માયાજાળમાં અનેક હસ્તીઓ ફસાઈ:

 અમદાવાદના ખાનપુરથી લઈને કોબા સ્થિત શ્રી કમલમ્ એમ ભાજપના કાર્યાલયોમાં નજરે ચઢેલા કિરણ પટેલના સંબંધો મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેશ પંડયા સાથે પણ રહ્યા છે.

સામાન્ય માણસ ને  સુરક્ષાના નામે કોન્સ્ટેબલ ન મળે, ત્યારે આ ઠગ ને તો ઝેડ પ્લસ સિક્યોરિટી  મળી ગઈ ,,, વાહરે સરકાર…

આ મહાઠગે 29મી જાન્યુઆરીએ અમદાવાદની હોટલ હયાતમાં G20 સમિટ હેઠળ ‘જુદાજુદા Business માં ઉપલબ્ધ તકો”  વિશે કોન્ફરન્સનું પણ આયોજન કર્યુ હતુ. જેમાં ગુજરાત સરકારના સચિવોને પણ આમંત્રણ અપાયુ હતુ. જો વધુ તપાસ કરવામાં આવેતો કોઈ મોટું ભોપાળું બહાર આવે તો નવાઈ નહિ. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है