રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને ”No Drone Zone” તરીકે જાહેર કરાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા :- નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ અન્વયે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તાર (૧) નર્મદા નદીના ડાબા કાંઠે સરદાર સરોવર ડેમથી એકતા નર્સરી(ગોરા) સુધી અને (૨) નર્મદા નદીના જમણા કાંઠે સરદાર સરોવર ડેમથી શ્રેષ્ઠ ભારત ભવન, કેવડીયા સુધીના વિસ્તારને “”No Drone Zone” જાહેર કરાયેલ છે. સદરહુ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE), ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૬/૧૦/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાકથી તા.૧૪/૧૨/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધીની રહેશે.

અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है