રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

એકતા પરેડ માં આવતા પી.એમ.નરેન્દ્ર મોદી ટેન્ટ સિટી-૧ ખાતે રાત્રી રોકાણ કરશે : ખાસ બુલેટ પ્રુફ ટેન્ટ બનાવવામાં  આવ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પી.એમ.નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે યોજાનાર એકતા પરેડ માં ભાગ લેવા આવનાર હોય જેઓ 30 મી એ કેવડિયા ખાતે આવી પહોંચશે, ત્યારબાદ રાત્રી રોશની નો નજારો નિહાળશે અને ટેન્ટ સિટી 1 ખાતે રાત્રી રોકાણ કરશે તેમ જાણવા મળ્યું છે. જોકે આ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ અગાઉ એકતા પરેડ માં મોદી આવ્યા હતા ત્યારે પણ આજ ટેન્ટ માં રાત્રી રોકાણ કર્યું હતું. ટેન્ટ સિટી દ્વારા પી.એમ.મોદી માટે ખાસ 3 ટેન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં 2 ટેન્ટ મીની દરબારી જયારે એક ટેન્ટ દરબારી બનાવ્યો છે. આ ટેન્ટ ની ખાસિયત એ છે કે આ ત્રણેય ટેન્ટ બુલેટપ્રુફ છે મોદી જે ટેન્ટ માં રોકાશે તે ટેન્ટ માં બે બેડરૂમ એક ડ્રોઈંગ રૂમ અને ડાઇનિંગ હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ટેન્ટસીટી દ્વારા પ્રવાસીઓને પણ આ ટેન્ટ ફાળવવામાં આવે છે જેમાં હાલ આ ટેન્ટ એક અમદાવાદના પરિવાર ને આપવામાં આવ્યો છે, જયારે આ પરિવારને ખબર પડી કે પોતે જે ટેન્ટ માં રોકાયા છે તેમાં વડાપ્રધાન પણ રોકાય હતા તો તેમને  ખુબ ખુશી વ્યક્ત કરી હતી અને પરિવાર સાથે પણ ચર્ચા કરી કે પી.એમ.મોદી આ ટેન્ટમાં રોકાયા હતા. આમ પ્રવાસીઓ પણ પી.એમ.ના રોકાયેલા ટેન્ટ મા રોકાવવાનો એક આગવો આનંદ માણતા હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है