રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ, કોમર્સ અને ઇન્ડસ્ટ્રી વિભાગની સ્ટેટ બોર્ડ ઓફિસ પલસાણા ખાતે ખુલ્લી મુકવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કડોદરા રમેશસિંગ        આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ, કોમર્સ અને ઇન્ડસ્ટ્રી વિભાગની સ્ટેટ બોર્ડ ઓફિસ પલસાણા ખાતે ખુલ્લી કરવામાં આવી:
સુરત: માનવ અધિકાર સંસ્થાના સંસ્થાપક અને ચેરમેન ડોક્ટર સન્ની શાહ જીનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તથા ડો.સુનીલકુમાર ગામીતના અધ્યક્ષપણે  આજ રોજ પલસાણા તાલુકાના કડોદરા ખાતેનાં એમ સ્કવેર મોલમાં IHRC ની કોમર્સ અને ઇન્ડસ્ટ્રી વિભાગ સ્ટેટ બોર્ડની ઓફિસ લોકસેવા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉન્સિલ ભારત ભરમાં 29 રાજ્યોમાં માનવ અધિકારનાં કાર્યકર્તાઓની ટીમો માનવ સેવા અને માનવ અધિકાર જાગૃતિનાં કાર્યો કરી રહયા છે, આજ રોજનાં કાર્યક્રમમાં ડો.સુનિલકુમાર ગામીતે જણાવ્યું હતું કે પલસાણા, કડોદરા વિસ્તારમાં ઘણી  ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોય કામદાર,કોન્ટ્રાકટર અને માલિકો વચ્ચે મતભેદ થતાં હોય છે, તેવા સંજોગોમાં પીડિતોને મદદરૂપ થવા અને લોકસેવાના કામો કરવાના ભાગરૂપે કોઈપણ વ્યક્તિ મદદ માટે કડોદરા સ્થિત ઓફીસ ખાતે આવીને સલાહ, સૂચનો અને કાયદાકીય મદદ કે  માર્ગદર્શન  મેળવી શકે તેવા હેતુ થી ઓફીસ ખુલ્લી મુકવામાં આવી છે, લોકસેવા ના ઉમદા કામો કરવા બદલ આખી ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. 

આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડો.સુનીલકુમાર, પ્રદીપ ગામીત (સ્ટેટ જનરલ સેક્રેટરી) તાપી જીલ્લા પ્રમુખ યાકુબભાઈ, કીર્તનકુમાર, અભિષેક ગામીત  અને વકીલ આનંદભાઈ વળવી સહીત સરપંચ ઈલેશભાઈ આમંત્રિત મહેમાન તરીકે હાજર રહયા હતાં, સમગ્ર કાર્યકમનું સંચાલન પ્રદીપભાઈ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું, આજનાં  કાર્યક્રમમાં  પલસાણા અને કડોદરા પંથકનાં સામાજીક અને રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતાં, સાથે  પ્રમુખ દેવેન્દ્રભાઈ માળીને તથા તેમની આખી ટીમને ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમનાં અંતે મેમ્બરોને આઈ કાર્ડ અને નિયુક્તિ પત્રો આપી આવકારવામાં આવ્યા હતાં. કાર્યક્રમની આખરમાં અશ્વિનભાઈ  દેસાઈ દ્વારા સર્વે આમંત્રિત મહેમાનો અને ihrc ના મેમ્બરોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

કાર્યકમમાં નગર કોર્પોરેટર રાજન સિદક્કી, કોર્પોરેટર કર્ણભાઈ ભરવાડ, કોર્પોરેટર આનંદા પાટીલ સહીત અન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતાં, અને કાર્યક્રમ દરમિયાન સરકારની ગાઈડલાઈન્સ મુજબ તમામ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है