રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક ૬ વર્ષ પુર્ણ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી  કીર્તનકુમાર 

આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક ૬ વર્ષ પુર્ણ:

ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ. ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મફ્લિા દિવસના રૉજ રાજ્ય વ્યાપી અભયમ મહિલા હેલ્પલાઈન શરુ કરવામાં આવી હતી.

માત્ર ૬ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૮,૨૫,૦૮૧ કરતાં વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક મહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ધટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૧,૬૬,૩૫૦ જેટલા મહિલાને મદદ પૂરી પાડેલ છે. અને ૧,૧૫,૯૦૮ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૫૦,૪૫૧ જેટલી મહિલાઓ ના ગભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યુ વાન દ્વારા રેસક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવેલ હતા.

આ પ્રસંગે શ્રી. જશવંત પ્રજાપતિ ચિફ ઓપરેટિંગ ઓફીસર, જીવીકે ઇએમઆરઆઈ ગુજરાતના ૬.૩ કરોડ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવેલ કે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપ મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. આજના દિવસે તેઓશ્રીએ ગુજરાત સરકારનો આભાર માનવા સફ ગુજરાતમાં ૨૪X૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત શ્રેષ્ઠ આદર્શ રાજ્ય બનવા પામેલ છે.

– ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.

• ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.

પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું. મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.

• ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી કોઈ મહિલા ઉપર કઈ હિંસા થઇ રહીં હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુ ની સેવા.

• જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાળ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મલિા આયોગ,નારી સંરક્ષણ ગૃહ વી. મક્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરન્સ દ્વારા સીધુ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે,

 કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?

• મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો) શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ.

• લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો.

• જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો અને કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી.

• આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહિ શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના અધ્યતન મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ શ્રી વિજય રૂપાણી, મા.મુખ્યમંત્રી, ગુજરાતના વરદ હસ્તે તા ૬ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે શ્રી પ્રદિપસિંહ જાડેજા, માન. મંત્રીશ્રી, ગૃહ વિભાગ (રાજ્ય કક્ષા) અને શ્રીમતી વિભાવરીબેન દવે, માન, મંત્રીશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજ્ય કક્ષાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કામગીરી પુર્ણ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है