
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેસભાઈ
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કરોના પોઝીટીવનો કેસ આવતા સમગ્ર ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો!
માંગરોળ પોલીસ મથકમાં લોકરક્ષક દળમાં તાજેતરમાં સીલેકટ થઈને છેલ્લા ૩ માસથી ફરજ બજાવી રહ્યા છે આ યુવતીને સરદી, ખાંસી, અને તાવ આવતા તેમણે ઝંખવાવ ખાતે તા. ૪ ના રોજ આરોગ્ય વિભાગને સેમ્પલ આપ્યું હતું ત્યાર બાદ તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમજ માંગરોળ ગામના કોર્ટ ફળીયામાં રહેતા એક પુરુષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને તેના સંપર્કમાં આવેલ પત્ની અને પુત્ર તેમજ ઘર કામ કરતી એક મહિલા આ ૩ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં પુત્રનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. માંગરોળ તાલુકા મથક આરોગ્ય અધિકારીઓ દ્વારા ઉપરોક્ત દર્દીઓને હાલ સારવાર માટે ઝંખવાવની યુવતીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હોવાનું તેમજ માંગરોળના પિતા – પુત્ર બંનેને થ્રી સ્ટાર હોસ્પિટલ સુરત લઈ ગયા હોવાનું માહિતી પ્રાપ્ત થઇ છે,
સમગ્ર રાજ્યનો કોરોના અપડેટ: આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 204, અમદાવાદ કોર્પોરેશનમાં 172, વડોદરા કોર્પોરેશનમાં 49, સુરત ગ્રામ્ય -45,રાજકોટ કોર્પોરેશન 32, વલસાડ 21, વડોદરા 19, અમદાવાદ 15, મહેસાણા 15,ભરૂચ 15, કચ્છ 14, ગાંધીનગર 13, નવસારી 13, ભાવનગર કોર્પોરેશન 12, બનાસકાંઠા 12, ખેડા 11, સુરેન્દ્રનગર 11, આણંદ 10, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ 8, જૂનાગઢ કોર્પોરેશન 7, મહિસાગર 7, અમરેલી 6, દાહોદ 6,જૂનાગઢ 6, ગાંધીનગર કોર્પોરેશન 5, પાટણ 5, મોરબી 5, અરવલ્લી 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, તાપી 3, સાબરકાંઠા 2, છોટા ઉદેપુર 2, નર્મદા 1, બોટાદ 1 અને દેવભૂમિ દ્વારકામાં એક કેસ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 778 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 37636 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1979 પર પહોંચ્યો છે. આજે 421 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 26744 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.