મારું ગામ મારાં ન્યુઝ

ડાંગમાં ભારે વરસાદનો કહેર: બે પશુના મોત, શાળાની કમ્પાઉન્ડ વોલને નુકસાન, તંત્ર એલર્ટ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં ભારે વરસાદનો કહેર: બે પશુના મોત, શાળાની કમ્પાઉન્ડ વોલને નુકસાન, તંત્ર એલર્ટ

દિનકર બંગાળ, આહવા: હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં ૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ ભારેથી અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો. સતત વરસેલા વરસાદને કારણે જિલ્લાના અનેક માર્ગો બંધ થઈ ગયા હતા, જનજીવન પ્રભાવિત બન્યું હતું તેમજ વિવિધ સ્થળોએ નુકસાનની ઘટનાઓ પણ સામે આવી હતી.

ભારે વરસાદ દરમિયાન જિલ્લામાં બે પશુના મોત નોંધાયા છે. આહવા તાલુકાના સુંદા ગામમાં દિનેશભાઈ સીતારામભાઈ ભોયેના ઘરે રાત્રે અંદાજે ૧૦ વાગ્યે એક પાડાનું શેડમાં દબાઈ જવાથી મૃત્યુ થયું હતું. જ્યારે વઘઈ તાલુકાના કાકરજા ગામમાં અશ્વિનભાઈ મંગુભાઈ દેવળેનો પાડો સાંજે અંદાજે ૫ વાગ્યે અંબિકા નદીના પૂરના પ્રવાહમાં તણાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત સુબીર તાલુકાના સાવરપાડા પ્રાથમિક શાળામાં ભારે વરસાદને કારણે આશરે ૨૫ ફૂટ જેટલી કમ્પાઉન્ડ વોલને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ડાંગ જિલ્લામાં વરસાદની આગાહીને પગલે કલેક્ટર શ્રી એન.ડી.પરમાર સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્યમથક નહિ છોડવાની પણ સુચના આપવામા આવી છે.

ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનુ જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है