
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ બ્યુરો ચીફ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના એક ગામમા 15વર્ષની દીકરીના લગ્ન થઈ રહ્યા છે તે મુજબની માહિતી આપતો કોલ 181મહિલા હેલ્પલાઇનને મળતા અભયમ રેસ્ક્યુ વાન આહવા તાત્કાલિક સમય સુચકતા વાપરી લગ્ન સ્થળે પહોંચી બાળલગ્ન અટકાવવામાં સફળ રહ્યા હતા. દીકરીની 15વર્ષની ઉંમર આધારકાર્ડમાં દર્શાવેલ હોવાથી લગ્નના થઈ શકે તેમ અધિકારીએ જણાવતા બંને પક્ષની મંજુરી થતાં બંને પુખ્ત વયનાં નહિ થાય ત્યાં સુધી લગ્ન મોકૂફ રાખ્યા હતાં.
આ કિસ્સામાં રસપ્રદ બાબત એ હતી કે કન્યા સગીર વયની છે જેના લગ્ન થતા તેમના પરિવાર તરફથી વિરોધ પણ થયો હતો.
ગુજરાત રાજ્યમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે હાલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓ ફરજો બજાવે છે.
- બાળલગ્ન પ્રતિબંધક ધારાનો અમલ ગુજરાત રાજ્યમાં ૧૯૬૪થી કરવામાં આવે છે.
- બાળલગ્ન પ્રતિબંધક ધારાની જોગવાઇઓ મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉંમરની બાળા અને ર૧ વર્ષથી ઓછી ઉંમરનો યુવકના લગ્ન તે બાળલગ્ન ગણાય છે અને ગુન્હા, સજાને પાત્ર છે.
- {આ ધારા હેઠળ કોણ સજા/દંડને પાત્ર થાય છે}
- બાળાના વાલી/માબાપ
- યુવકના વાલી/માબાપ
- લગ્ન કરનાર ગોર મહારાજ (લગ્નની વિધિ કરાવનાર બ્રાહ્મણ)
- બાળા કે યુવકની માતા (સ્ત્રી)ને સજામાંથી મુકત ગણવામાં આવે છે. પરંતુ દંડને પાત્ર બને છે.
- લગ્ન કરાવનાર ઉપર મુજબની વ્યક્તિઓને વધુમાં વધુ ૩ માસની સજા તથા રૂા. ૧૦૦૦ સુધીનો દંડ થઇ શકે છે.