
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લા દ્વારા 23મી જુન શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે વેક્સિનેસન કેમ્પ યોજવામાં આવ્યું.
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લા દ્વારા 23મી જુન શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે 18 વર્ષ થી ઉપરના વ્યક્તિ ઓ માટે વેક્સિનેસન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સખ્યામાં માં યુવા ઓએ વેક્સિન લઈ બીજા લોકો ને વેક્સિન લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે આર.એસ.એસ. ગુજરાત પ્રાંત ગ્રામવિકાસ સંયોજક પરેશભાઈ વ્યાસ, તાપી જીલ્લા કાર્યવાહ શ્રી ચંદનસિંહ ગોહિલ, તાપી જીલ્લા પ્રચારક શ્રી સુરેશભાઈ બારોટ, નગર કાર્યવાહ જીજ્ઞેશભાઈ પાટીલ અને મુખ્ય મહેમાન તરીકે વ્યારા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા, વ્યારા નગર આરોગ્ય ચેરમેન શ્રી અલ્પેશભાઈ પટેલ, વિશેષ અતિથિ તરીકે ભા.જ.પા તાપી જીલ્લા પ્રભારી શ્રી અશોકભાઈ ધોરાજીયા, તાપી જિલ્લા સંગઠન મહામંત્રી વિક્રમભાઈ તરસાડિયા, પંકજ ભાઈ ચૌધરી, ABVP ગુજરાત પ્રદેશ સહમંત્રી ગૌતમભાઈ ગામીત, ABVP તાપી જીલ્લા સંયોજક વિશાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.